Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વાયરલ થયેલા વીડિયો પછી શખ્સ સામે નોંધાયો ગુન્હોઃ
ખંભાળિયા તા.૧૦ ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામની એક ગૌશાળામાં રવિવારે એક શખ્સે ગાય સાથે અપ્રાકૃતિક કૃત્ય આચર્યાનો વીડિયો વાયરલ થયા પછી ચોમેરથી આ શખ્સ સામે ફીટકાર વરસ્યો છે. પોલીસ મથકે દોડી ગયેલા ગૌપ્રેમીઓએ કરેલી રજૂઆતના પગલે હરકતમાં આવેલી પોલીસે તપાસ કર્યા પછી એક વ્યક્તિની ફરિયાદ પરથી ભોગાતના જ શખ્સ સામે ગુન્હો નોંધ્યો છે. આ બનાવે ભારે ફીટકાર તથા તિરસ્કારની લાગણી જન્માવી છે.
સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે ચકચાર જગાવનાર આ કિસ્સાની વધુ વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામમાં આવેલી ગૌશાળામાં એક પ્રૌઢ ત્યાં રાખવામાં આવેલી ગાય પર અપ્રાકૃતિક કૃત્ય ગુજારતો હોય તે પ્રકારનો વીડિયો ગઈકાલે વાયરલ થયો હતો. જેના પગલે ગૌપ્રેમીઓ તથા સભ્ય સમાજમાં અરેરાટી અને રોષ ફેલાઈ ગયો છે.
આ બનાવ અંગે ભોગાતના ગ્રામજનો તથા ગૌપ્રેમીઓ કલ્યાણપુર પોલીસ મથકે દોડી ગયા હતા. જ્યાં તેઓએ આરોપીને તાત્કાલિક પકડી પાડવા રજૂઆત કરી હતી. પીએસઆઈ સવસેટા તથા પીએસઆઈ શુકલએ કડક કાયદાકીય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.
તે દરમિયાન પોલીસે આ બનાવની તપાસ હાથ ધરતા ગયા રવિવારે સવારે સાડા આઠેક વાગ્યે ગૌશાળામાં ભોગાત ગામના ધાના લખમણ કંડોરીયા નામના શખ્સે ગાય સાથે અપ્રાકૃતિક કૃત્ય કર્યાનું જણાઈ આવ્યું હતું. તેથી ભોગાતના માયાભાઈ ઉર્ફે બુધાભાઈ ગગુભાઈ રૃડાચની ફરિયાદ પરથી પોલીસે ધાના લખમણ સામે આઈપીસી ૩૭૭ તથા પશુ પ્રત્યે ઘાતકીપણા અધિનિયમની કલમ-૧૧ (૧) (એ) હેઠળ ગુન્હો નોંધ્યો છે.
ભોગાતમાં વસવાટ કરતો આ શખ્સ પોતાના ગામમાં સીધા માણસ તરીકે જાણીતો છે. રોજ દર્શનાર્થે જવાની આદતવાળા આ શખ્સ સામે આ પ્રકારનું કૃત્ય કરવાનો આક્ષેપ થઈ રહ્યો છે ત્યારે તેની સામે ધિક્કાર તથા તિરસ્કારની લાગણી પ્રસરી છે. આ બનાવે ભોગાત ગામમાં ભારે રોષની લાગણી જન્માવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag