Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા
જામનગર તા. ૧૦ઃ વિશ્વનું સૌ પ્રથમ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડીશનલ મેડિસીન કેન્દ્ર જામનગર નજીક આકાર લઈ રહ્યું છે. જેની તૈયાર કરવામાં આવેલી ડિઝાઈનને ડબલ્યુએચઓ દ્વારા મંજુરી આપવામાં આવી છે.
લગભગ એક વર્ષ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અહીં શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ સેન્ટરની ડિઝાઈન આયુષ મંત્રાલય અને ડબલ્યુએચઓના સંયુકત રીતે તૈયાર કરવામાં આવી હતી જેને મંજુરી આપી દેવામાં આવી છે. હવે ટૂંક સમયમાં જ આ જગ્યામાં બાંધકામ શરૃ કરવામાં આવશે.
અત્રે જણાવી દઈએ કે, એક વર્ષ પહેલા વડાપ્રધાનના હસ્તે શિલાન્યાસ વિધિ કરવામાં આવી હતી જ્યારે ડબલ્યુએચઓના ડાયરેકટર જનરલ ટ્રેડોર્સ, મોરેસીયસના વડાપ્રધાન પ્રવિન્દ ઝગનાથ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. જામનગરથી પંદરેક કિમી દૂર ગોરધનપર પાસે આ સેન્ટર બનાવવા માટે જગ્યાની પસંદગી કરવામાં આવી હતી અહિં બાંધકામ પૂર્ણ થયા પછી વૈશ્વિક સેન્ટરનો પ્રારંભ થશે જ્યાં ૧૩૮ ચિકિત્સા પદ્ધતિ ઉપર સંશોધન થશે. આશરે ૩પ એકર જેટલી વિશાળ જમીનમાં આ ગ્લોબલ સેન્ટરનું નિર્માણ થનાર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag