Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લતીપર પાસે અકસ્માતમાં દંપતીને થઈ ઈજાઃ
જામનગર તા. ૨૯ઃ ધ્રોલ-ટંકારા ધોરીમાર્ગ પર લતીપર ગામની ચોકડી નજીક ગયા બુધવારે સવારે ઉભી રહેલી એક મોટરનો ડ્રાઈવર સાઈડનો દરવાજો ખોલી નાખવામાં આવતા પાછળથી આવતું ધ્રોલના દંપતીનું બાઈક દરવાજા સાથે ટકરાયું હતું. આ અકસ્માતમાં મહિલાને ઈજા થઈ છે અને તેમના પતિને પગમાં ફ્રેકચર થઈ ગયું છે. પોલીસે મોટરના ચાલક સામે ગુન્હો નોંધ્યો છે.
ધ્રોલની જોડિયા શેરી પાસે વસવાટ કરતા મોનિકાબેન કણઝારીયા તથા તેમના પતિ રજનીકાંત મોહનભાઈ કણઝારીયા ગઈ તા.૨૩ની સવારે દસેક વાગ્યે ધ્રોલ-ટંકારા રોડ પર લતીપર ગામની ચોકડી નજીકથી મોટરસાયકલમાં પસાર થતાં હતા.
આ વેળાએ લતીપર ચોકડી નજીક રોડ પર જીજે-૬-ડીજી ૧૦૭૯ નંબરની મોટર ઉભી રહી હતી અને તેમાં બેસેલા એક શખ્સે અચાનક જ ડ્રાઈવર સાઈડનો દરવાજો ખોલી નાખતા પાછળથી આવતું બાઈક દરવાજા સાથે ટકરાઈ પડ્યુું હતું. આ અકસ્માતમાં રજનીકાંતભાઈને ફ્રેક્ચર સહિતની ઈજાઓ થઈ છે અને બાઈક પરથી ફંગોળાયેલા મોનિકાબેન પણ ઘવાયા છે. તેઓએ મોટરચાલક સામે પોલીસમાં ફરિયાદ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial