Advertisement
Author: નોબત સમાચાર

કંપનીની ડીલરશીપ અપાવવાનું કહી ભાટિયાના વેપારી સાથે કરાઈ ઠગાઈ

રૃા.૭૧ હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લેવાયાઃ

જામનગર તા. ૨૯ઃ કલ્યાણપુરમાં દસેક દિવસ પહેલા એક વેપારીને મળવા આવેલા શખ્સે એક કંપનીની ડીલરશીપ અપાવવાનું કહી રૃા.૭૧ હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધાની પોલીસમાં ફરિયાદ થઈ છે.

કલ્યાણપુરમાં રહેતા અને મુખ્ય બજારમાં દુકાન ચલાવતા સંદીપ ગુણવંતરાય અત્રી પાસે ગઈ તા.૧૭ના આવેલા એક શખ્સે એક કંપનીની ડીલરશીપ અપાવી દેવાની વાત કર્યા પછી સંદીપભાઈને ભોળવ્યા હતા.

આ શખ્સે જુદા જુદા બે મોબાઈલ નંબર પરથી વાત કરાવ્યા પછી ત્રીજા દિવસે પોતે માલ મોકલ્યો છે તેમ કહી ત્રીજા નંબર પરથી વોટ્સએપમાં બીલનો મેસેજ મોકલ્યો હતો અને તે જોઈને ભોળવાઈ ગયેલા સંદીપભાઈએ રૃા.૭૧,૧૬૮ની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરી આપી હતી.

ત્યારપછી ભાટિયા ડાયપર હાઉસવાળા તરીકે ઓળખાણ આપી, ખોટો ઓર્ડર લખાવી લઈ તેઓની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાઈ આવતા સંદીપભાઈએ કલ્યાણપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી તેમજ આઈટી એક્ટ હેઠળ ગુન્હો નોંધી તપાસ આદરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh