Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રોકડ, મોબાઈલ સહિત ચારેક લાખના મુદ્દામાલ સાથે પંચોત્તેર શખ્સ અને ત્રેવીસ મહિલાને પકડી પાડવામાં આવ્યાઃ
જામનગર તા. ૨૯ઃ જામનગરની કામદાર કોલોની તથા લાલપુરના મોટા ખડબા ગામમાંથી પોલીસે જુગારની મહેફિલ પકડી પાડવા ઉપરાંત અન્ય પંદર દરોડા પાડ્યા હતા. જેમાં ૭૫ શખસ અને ૨૩ મહિલા ગંજીપાના કૂટતા ઝડપાઈ ગયા હતા. પટમાંથી રોકડ, મોબાઈલ, બાઈક સહિતનો રૃપિયા ચારેક લાખનો મુદ્દામલા કબજે કરવામાં આવ્યો છે.
જામનગરના ગોકુલનગર વિસ્તારમાં પ્રજાપતિની વાડી પાસે ગઈકાલે કેટલાક શખ્સો ગંજીપાનાથી જુગાર રમતા હોવાની બાતમી સિટી-સી ડિવિઝનના નારણભાઈ, યશપાલસિંહ, યુવરાજસિંહને મળતા પીઆઈ એ.આર. ચૌધરીને વાકેફ કરાયા પછી પીએસઆઈ વી.એ. પરમારના વડપણ હેઠળ સ્ટાફે દરોડો પાડતા ત્યાં તીનપત્તી રમતા પ્રતીક દિનેશભાઈ વાલવા, મહેશ ખીમજીભાઈ ચાવડા, ભરત મોહનભાઈ મકવાણા, ચિંતન કિશોરભાઈ વાઘ, કૃણાલ કાનજીભાઈ રાઠોડ, હાર્દિક કિશોરભાઈ ચંદ્રપાલ નામના છ શખ્સ રૃા.૧૫,૮૦૦ સાથે મળી આવ્યા હતા.
જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલા સિદ્ધાર્થનગરની શેરી નં.૪માં ગઈકાલે બપોરે જુગાર રમાતો હોવાની બાતમી સિટી-સી ડિવિઝનના જાવેદ વજગોર, ખીમશીભાઈને મળતા પોલીસે ત્યાં દરોડો પાડ્યો હતો. ત્યાંથી નીતિન જગદીશભાઈ પારીયા, નિતેશ ચનાભાઈ પરમાર, કાનાભાઈ સવજીભાઈ મકવાણા, પ્રકાશ નાનજીભાઈ પરમાર, જયેશ જગદીશભાઈ પારીયા નામના પાંચ શખ્સ ગંજીપાના કૂટતા ઝડપાઈ ગયા હતા. પટમાંથી રૃા.૧૦,૧૫૦ રોકડા કબજે કરાયા છે.
જામનગરના રણજીત નગરમાં જૂના હુડકા પાસે ગઈકાલે સાંજે ગંજીપાનાથી જુગાર રમતા પૃથ્વીરાજસિંહ રણજીતસિંહ ચૌહાણ, વિજયસિંહ રણજીતસિંહ ચૌહાણ, આશિષ રાજેન્દ્રપ્રસાદ ભટ્ટ, વિપુલ લાભશંકર લવા, મનિષ જગદીશભાઈ ધનવાણી નામના પાંચ શખ્સ રૃા.૩૧૯૦ સાથે ઝડપાઈ ગયા હતા.
જામનગરની કામદાર કોલોનીની શેરી નં.રમાં આવેલા એક મકાનમાં જુગાર રમાડાતો હોવાની બાતમી મળતા પીએસઆઈ વી.એ. પરમાર તથા સ્ટાફે આદર્શ સોસાયટી માં માધવ દર્શન ટેનામેન્ટમાં દરોડો પાડતા ત્યાં ત્રીજા મકાનમાં રહેતા હર્ષાબેન પ્રશાંતભાઈ સુંબડ નામના મહિલા પોતાના મકાનમાં નાલ ઉઘરાવી જુગાર રમાડતા મળી આવ્યા હતા. જુગાર રમી રહેલા શોભનાબેન ભાવેશભાઈ વ્યાસ, ફાલ્ગુનીબેન સુનિલભાઈ ત્રિવેદી, વિજયાબેન પ્રફુલ્લભાઈ ગુઢકા, રંજનબા દીપકસિંહ ઝાલા, મીનાબા નરેન્દ્રસિંહ સોઢા, જયશ્રીબેન ભરતભાઈ જોષી, દક્ષાબેન નિલેશભાઈ સુંબડ નામના સાત મહિલા મળી આવ્યા હતા. પટમાંથી રૃા.૨૨,૫૨૦ રોકડા કબજે કરી પોલીસે આઠેય મહિલા સામે જુગારધારાની કલમ-૪, ૫ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જામનગરની સત્યમ્ કોલોની પાસે અન્ડરબ્રિજ નજીક વાસાવિલા સોસાયટીમાં ગઈકાલે રાત્રે તીનપત્તી રમતા ભારતીબેન જગદીશભાઈ પાણખાણીયા, દમયંતીબેન શાંતિલાલ માનસાતા, પાર્વતીબેન રામભાઈ સગર, નયનાબેન નીતિનભાઈ દાણીધાર, હંસાબેન દીપકભાઈ ગોવાણી, જયોત્સનાબેન વિપુલભાઈ અજુડીયા, દ્રૌપદીબેન વિનોદભાઈ લાલવાણી, ઉમાબા વનરાજસિંહ ગોહિલ, કુસુમબેન જયંતિલાલ કોળી નામના નવ મહિલા ઝડપાઈ ગયા હતા. પટમાંથી રૃા.૨૭,૮૩૦ રોકડા કબજે કરાયા છે.
જામનગરના કાલાવડ નાકા બહાર આવેલા બેઠક રોડ પર હર ભોલે પાનવાળી ગલીમાં ગઈકાલે સાંજે ગંજીપાનાથી જુગાર રમતા નરેન્દ્ર ડાયાભાઈ પરમાર, ભરત દેવજીભાઈ સોનગરા, સુનિલ કાનજીભાઈ પરમાર, નીતિન લાલજીભાઈ નકુમ, અજય રવજીભાઈ પરમાર, અરવિંદ કાનજીભાઈ પરમાર નામના છ શખ્સને પોલીસે પકડી પાડ્યા હતા. પટમાંથી રૃા.૧૨,૭૯૦ રોકડા કબજે કરાયા છે.
જામનગર તાલુકાના નાના થાવરીયા ગામમાં ગઈકાલે જુગાર રમતા દીપક બુધાભાઈ જેપાર, શૈલેષ વિરજીભાઈ જેપાર, જયેશ લખમણભાઈ જેપાર, જયંતિભાઈ પૂંજાભાઈ જેપાર, શિવરાજસિંહ મહિપતસિંહ કંચવા, નારૃભા લાખાજી જાડેજા, વિરજીભાઈ રામજીભાઈ જેપાર નામના સાત શખ્સને પોલીસે પકડી પાડી પટમાંથી રૃા.૨,૧૩૦ રોકડા કબજે કરાયા છે.
કાલાવડમાં કૈલાશનગર પાછળ બાવળની ઝાળીઓમાં ગઈરાત્રે તીનપત્તી રમતા જયંતિભાઈ પોપટભાઈ સાવલીયા, રાજેશ કાનજીભાઈ ઢોકરીયા, પંકજ રમેશભાઈ ગઢીયા, મયુર પરસોત્તમભાઈ દોંગા, જયદીપ કાંતિભાઈ લુણાગરીયા, સમીર જમનભાઈ સાવલીયા, મેહુલ મગનભાઈ ફળદુ, રમણીકભાઈ ગણેશભાઈ ડોબરીયા નામના આઠ શખ્સ રૃા.૪૫ હજાર રોકડા, ત્રણ મોબાઈલ મળી કુલ રૃા.૮૩ હજારના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા.
લાલપુર તાલુકાના રીંઝપર ગામમાં ગઈકાલે રાત્રે તીનપત્તી રમતા સતિષ દેવશીભાઈ વસરા, ભરત કેશુરભાઈ ડાંગર, ખીમાભાઈ રામાભાઈ વસરા નામના ત્રણ શખ્સ રૃા.૬૧૯૦ રોકડા સાથે ઝડપાઈ ગયા હતા.
જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.પ૮માં બાળકોના સ્મશાન પાસે ગઈરાત્રે જુગાર રમતા ભરતસિંહ વકજી પઢીયાર, હરેશ પરસોત્તમભાઈ શેઠીયા, કેતન વસંતભાઈ ગોરી, દીપક લક્ષ્મીદાસ ગોરી, કરણ ઉર્ફે બાડો વસંતભાઈ ગોરી નામના પાંચ શખ્સને પોલીસે પકડી લઈ પટમાંથી રૃા.૧૦,૯૫૦ કબજે કર્યા છે.
રણજીતસાગર રોડ પર આવેલી વસંત વાટીકા નજીકની મધુરમ વીલા સોસાયટીમાં ગઈરાત્રે જુગાર રમાતો હોવાની બાતમી સિટી-એ ડિવિઝનના આર.ડી. ડોડીયા, રાકેશ ચૌહાણને મળતા પીઆઈ એન.એ. ચાવડાને વાકેફ કરાયા પછી પીએસઆઈ બી.એસ. વાળાના વડપણ હેઠળ સ્ટાફે દરોડો પાડતા ત્યાં ગંજીપાના કુટતા હીરેન મહેશભાઈ ગલાણી, અંકિત બલરામભાઈ પારવાણી, સાગર જગદીશભાઈ દુલાણી, ગોવિંદ સંતોષકુમાર દુલાણી, હિતેશ શંકરભાઈ દુલાણી, પ્રફુલ્લ હરીભાઈ ગંધવા, આકાશ મોહનભાઈ ગલાણી, સાહિલ જગદીશભાઈ દુલાણી, સંજય પરમાણંદ ધનવાણી, રાજેશ હસમુખભાઈ દુલાણી નામના દસ શખ્સ પકડાઈ ગય હતા. પટમાંથી રૃા.૧૨,૬૦૦ કબજે કરાયા છે.
જામનગર તાલુકાના બેડ ગામના વાડી વિસ્તારમાં ગઈ કાલે બપોરે સિક્કા પોલીસ સ્ટેશનના સ્ટાફે પો.કો. કે.કે. જાડેજા, ભૂપેન્દ્રસિંહ, જીતેન્દ્ર પરમારની બાતમીના આધારે પીએસઆઈ એ.વી. સરવૈયાના વડપણ હેઠળ દરોડો પાડતા ત્યાંથી તીનપત્તી રમતા રમેશ કરશનભાઈ મકવાણા, મુબારક હાસમ બારોયા, જશરાજ ઘેલાભાઈ માતંગ, અસગર સુલેમાન સંઘાર ઉર્ફે ડેની નામના ચાર શખ્સ ઝડપાઈ ગયા હતા. પટમાંથી રૃા.૧૦ ૨૨૦ કબજે કરાયા છે.
જામનગર તાલુકાના સિક્કામાં ગઈકાલે બપોરે જુગાર રમતા ઈસ્માઈલ ઉમર સુંભણીયા, ઈન્દુબેન કાંતિલાલ દાવદ્રા, હનીફાબેન ઈસ્માઈલ સુંભણીયા, હસુબા બાલુભા જાડેજા, મયાબેન ભીખુભાઈ જોષી નામના પાંચ વ્યક્તિ રૃા.૨,૨૨૦ રોકડા તથા ચાર મોબાઈલ સાથે ઝડપાયા છે.
લાલપુર તાલુકાના બાઘલા ગામમાંથી નરેશ પરબતભાઈ સોરઠીયા, કલ્પેશ અમરશીભાઈ સોરઠીયા, કેતન આલાભાઈ સોરઠીયા નામના ત્રણ શખ્સ રૃા.૧,૪૧૦ સાથે ઝડપાઈ ગયા હતા.
જામજોધપુર તાલુકાના વરવાળા ગામમાંથી જીતેન્દ્ર ટપુભાઈ સોલંકી, મનિષ વિઠ્ઠલભાઈ વરાણીયા, બધાભાઈ રામભાઈ છેલાણા નામના ત્રણ શખ્સ રૃા.૨૫૫૦ સાથે ઝડપાયા છે.
જામજોધપુર તાલુકાના પાટણ ગામમાં ગંજીપાનાથી જુગાર રમતા મનિષ રામાભાઈ ખસીયા, હરસુખ ભાયાભાઈ ખસીયા, વનુભાઈ અરજણ ભાઈ મકવાણા, દક્ષાબેન અરવિંદભાઈ ગુજરાતી, મેનાબેન ઉકાભાઈ પરમાર નામના પાંચ વ્યક્તિને પોલીસે રૃા.૨,૨૩૦ સાથે પકડી પાડ્યા છે.
લાલપુર તાલુકાના મોટા ખડબા ગામમાં એક ખેતરની ઓરડીમાં જુગાર રમાતો હોવાની બાતમી પરથી ગઈ કાલે સવારે એલસીબીએ દેસુરભાઈ સોમાભાઈ કાંબરીયાના ખેતરની ઓરડીમાં દરોડો પાડતા ત્યાં દેસુરભાઈને નાલ આપી તીનપત્તી રમતા રમેશ પાંચાભાઈ અજુડીયા, હેમત ભોજાભાઈ ભાટીયા, કિશોર મનસુખભાઈ કગથરા, ભીખુભાઈ પોલાભાઈ ડાંગર ઉર્ફે પરેશ, ભોજાભાઈ જેસાભાઈ બગડા નામના પાંચ શખ્સ મળી આવ્યા હતા. એલસીબીએ પટમાંથી રૃા.૧ લાખ ૭૨૦૦ રોકડા, પાંચ મોબાઈલ, એક બાઈક મળી કુલ રૃા.૧,૬૨,૨૦૦નો મુદ્દામાલ કબજે લીધો છે. તમામ છ સામે જુગારધારાની કલમ-૪, પ હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial