Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ૯ મી સપ્ટેમ્બરના રોજ આયોજનઃ
જામનગર તા. ર૯ઃ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના આદેશ અનુસાર, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જામનગર દ્વારા આગામી તા. ૯-સપ્ટેમ્બરના, જામનગર જિલ્લાની તમામ કોર્ટોમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.
જામનગર જિલ્લાની તમામ કોર્ટોમાં ફોજદારી સમાધાનપાત્ર કેસ, નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ મુજબના ચેકના કેસ, બેંક રીકવરી દાવા, એમ.એ.સી.પી.ના કેસ, લેબર તકરારના કેસ, લગ્ન વિષયક તકરારના કેસ, વીજળી અને પાણી બિલના કેસ, કૌટુંબિક તકરાર, જમીન સંપાદન, સર્વિસ મેટરના પે અને એલાઉન્સીસ અને નિવૃત્તિના લાભના કેસ, રેવન્યુ કેસ કે જે ડિસ્ટ્રીકટ કોર્ટ અને હાઈકોર્ટમાં પેન્ડીંગ હોય તે જ તેમજ અન્ય સિવિલ કેસમાં ભાડુઆત, સુખાધિકાર હક્ક, મનાઈ હુકમના દાવા, સ્પેસીફીક પરફોર્મન્સ વગેરેના કેસો માટેની નેશનલ લોક અદાલતનું આયોજન આગામી તા. ૯ સપ્ટેમ્બર નાલ્સાના એકશન પ્લાન મુજબ કરવામાં આવ્યું છે.
તેથી, જામનગર જિલ્લાની તમામ જાહેર જનતા તથા પક્ષકારોએ તેઓના અત્રે જણાવેલ પેન્ડીંગ કેસોમાં સમાધાનથી તકરારનું નિરાકરણ કરવા, તેઓના વકીલશ્રી મારફતે જે-તે કોર્ટમાં કેસ પેન્ડીંગ હોય, તો તે કોર્ટને કેસ લોક અદાલતમાં મુકવા માટે સંપર્ક કરવાનો રહેશે. લોક અદાલત તકરારના સમાધાન માટે એક સુખદ નિવારણ ફોરમ છે જેમાં પક્ષકાર સમાધાનથી કેસનો નિકાલ લાવી શકે છે, અને તેનાથી પક્ષકારને ઝડપી ન્યાય મળી શકે છે.
આ ઉપરાંત લોક અદાલતના માધ્યમથી કેસમાં સમાધાન કરવાથી લોકોને આર્થિક નુકસાની થતી નથી, અને તેમના કિંમતી સમયની બચત થાય છે. લોક અદાલત અંગે કોઈપણ માહિતી મેળવવા માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જામનગરના સંપર્ક નં. ૦ર૮૮-રપપ૦૧૦૬ પર સંપર્ક સાધી શકાશે. તેમજ દરેક જિલ્લા-તાલુકા કક્ષાની કોર્ટમાં જે-તે કેસ પેન્ડીંગ હોય, તો જે-તે જિલ્લા-તાલુકા કોર્ટનો સંપર્ક કરવા માટે સચિવ શ્રી, સિનિયર સિવિલ જજશ્રી, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જામનગરની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial