Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આત્મહત્યાના અન્ય બે બનાવઃ
જામનગર તા. ૨૯ઃ ખંભાળિયાના કોઠાવિસોત્રી ગામના એક મહિલાએ બીમારીથી કંટાળી જઈ ઝેરી દવા પી જિંદગીનો અંત આણ્યો છે. જ્યારે ખંભાળિયાના ધરાર નગરવાળા એક પ્રૌઢે અકળ કારણથી ગળાફાંસો ખાઈ લીધો છે અને ભાટિયાના પ્રૌઢે ગળાટૂંપો ખાઈ જિંદગીનો અંત આણ્યો છે.
ખંભાળિયાના કોઠા વિસોત્રી ગામમાં રહેતા અશ્વિન ધનાભાઈ મકવાણા નામના યુવાનના પત્ની નીપાબેન (ઉ.વ.૨૨) થોડા સમયથી સ્ત્રીઓની બીમારીથી પીડાતા હતા. તેઓને સારવાર અપાવવામાં આવતી હોવા છતાં સારૃ થતું ન હોય આ મહિલાએ શનિવારે કોઈ ઝેરી દવા પી લીધી હતી. તેઓને સારવારમાં ખસેડાયા પછી મૃત્યુ થયું છે. પતિએ પોલીસને જાણ કરી છે.
ખંભાળિયાના ધરારનગર માં લાલાભાઈ પબાભાઈ ગમારા નામના પંચાવન વર્ષના પ્રૌઢે શનિવારે બપોરે કોઈ અકળ કારણથી ઝેરી ટીકડા ગળી લીધા હતા. તેઓનું પણ સારવાર દરમિયાન મૃત્યુ થયાનું લાખાભાઈ ગમારાએ પોલીસને જણાવ્યું છે. પોલીસે બંને બનાવની ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.
કલ્યાણપુરના ભાટિયામાં રહેતા મહેશભાઈ દયાળજી ચલા (ઉ.વ.૫૦) નામના સોની વેપારીએ પોતાના તેજ સ્વભાવના કારણે ગયા સપ્તાહે ગળાફાંસો ખાઈ લીધો હતો. તેઓનું મૃત્યુ થયાનું નાનાભાઈ અતુલ ચલાએ જાહેર કર્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial