Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માતૃ-પિતૃ શક્તિ સ્નેહ વંદના કાર્યક્રમ સંપન્નઃ
જામનગર તા. ૨૯ઃ જામનગર જિલ્લાના સેવક ધુણીયા ગામના ૭પ વર્ષ પૂર્ણ કરેલા વડીલો તથા ગંગા સ્વરૃપ માતાઓને સન્માનિત કરવાનો 'માતૃ-પિતૃ શક્તિ સ્નેહ વંદના' કાર્યક્રમ જામનગર જિલ્લા ભાજપ મહામંત્રી તથા રાજપૂત સેવા સમાજના ટ્રસ્ટી પ્રવિણસિંહ જાડેજા પરિવાર દ્વારા યોજાયો હતો. આ સાથે સેવકધુણીયા ગામનું પ્રિતિ ભોજન તથા સત્યનારાયણ ભગવાનની કથા પણ યોજાયા હતાં. જેમાં રપ વડીલો તથા ૮૯ ગંગા સ્વરૃપ માતાજીઓનું બહુમાન કરવામાં આવ્યું હતું.
સેવક ધુણીયાથી બે બસમાં તમામ વડીલોને જામનગર લઈ જવાયા હતાં. વડીલો તથા આમંત્રિતોનું આયોજક પરિવાર દ્વારા પુષ્પવૃષ્ટિ તથા તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાંથી આયોજક પરિવારના નિવાસે સત્યનારાયણની કથાનું શ્રવણ સૌએ કર્યું હતું અને ઓમકારેશ્વર મંદિરના સાનિધ્યમાં સન્માન કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે સ્વામિનારાયણ મંદિરના ચત્રભુજદાસજી મહારાજે આશીર્વચન પાઠવ્યા હતાં. એલઆઈસીના ડેવલપમેન્ટ ઓફિસર ઉત્પલભાઈ દવે, ઉદ્યોગપતિ સરદારસિંહ જાડેજા, ભાજપના પૂર્વ શહેર પ્રમુખ હસમુખભાઈ હિન્ડોચા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા વગેરેએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), શહેર ભાજપ અધ્યક્ષ વિમલભાઈ કગથરા, મેયર બીનાબેન કોઠારી, જિલ્લા ભાજપ પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, સાંસદ પૂનમબેન માડમના પ્રતિનિધિ કરસનભાઈ પિઠીયા, જામનગર રાજપૂત સમાજના ઉપપ્રમુખ સી.આર. જાડેજા, રાજપૂત સમાજના પૂર્વ સેક્રેટરી અને નિવૃત્ત ટી.ડી.ઓ. પ્રવિણસિંહ જાડેજા, રાજપૂત સમાજના સેક્રેટરી ધર્મેન્દ્રસિંહ ઝાલા, અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોવુભા જાડેજા, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, જાડાના પૂર્વ ચેરમેન દિલીપસિંહ ચુડાસમા, જામનગર જિલ્લા ભાજપના મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, શહેર ભાજપના મહામંત્રી પ્રકાશભાઈ બાંભણિયા અને વિજયસિંહ જેઠવા, પ્રદેશ ભાજપ કારોબારી સદસ્ય ડો. વિનુભાઈ ભંડેરી, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન લખધીરસિંહ જાડેજા, જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન વિનુભાઈ વડોદરિયા, રાજપુત સમાજ સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ મહેન્દ્રસિંહ જાડેજા, લાલપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સુરૃભા જાડેજા, જામનગર જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી મનોજભાઈ ચાવડીયા, જામનગર જાણીતા ઓર્થોપેડિક સર્જન રાજવીરસિંહ સોઢા, જામનગર શહેરના કોર્પોરેટરો અલ્કાબા જાડેજા, હર્ષાબા જાડેજા, કિશનભાઈ માડમ, આશિષભાઈ જોશી, અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાના જામનગર જિલ્લા મહિલા પાંખના પ્રમુખ પ્રતીક્ષાબા જાડેજા, અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાના જામનગર શહેર મહિલા પાંખના પ્રમુખ ચંદ્રિકાબા રાણા, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રદેશ મંત્રી દિલીપસિંહ જેઠવા, નવાનગર નેચર કલબના પ્રમુખ વિજયસિંહ જાડેજા, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ જામનગર જિલ્લા પ્રમુખ ઘનશ્યામસિંહ ઝાલા, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ જામનગર શહેર પ્રમુખ ભગવતસિંહ જાડેજા જામનગર શહેર રાજપૂત યુવા સંઘના પ્રમુખ હિતેન્દ્રસિંહ જાડેજા, રાજપૂત યુવા શક્તિના પ્રમુખ ઋષિરાજસિંહ જાડેજા, લાલપુર તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ જયુભા જાડેજા, જામનગર જિલ્લા ભાજપ આઈટી સેલના કન્વીનર દિગ્વિજયસિંહ જાડેજા, રાજપૂત સમાજના વડીલ આગેવાન ગગુભા જાડેજા, રાજપુત શક્તિ માસિકના તંત્રી મનુભા જાડેજા અને મોટી સંખ્યામાં જામનગરમાં વસતા સેવકધૂણીયાના મૂળ વતનીઓ ઉપસ્થિત રહ્યા હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જામનગર રાજપૂત સમાજના જોઈન્ટ સેક્રેટરી અને રાજપૂત શક્તિ માસિકના સહ તંત્રી પ્રવિણસિંહ જાડેજા અને જાણીતા મોટીવેશન સ્પીકર પી.એમ.જાડેજા (દલતુંગી)એ કર્યું હતું. કાર્યક્રમ પૂર્ણ થયા પછી ઉપસ્થિત તમામ લોકો સમૂહમાં પ્રિતિ ભોજન લઈને છૂટા પડ્યા હતં.
સેવક ધુણિયાથી વયોવૃદ્ધ વડીલો અને ગંગા સ્વરૃપ માતાઓને જામનગરમાં આવવા-જવા માટે બસોની સેવા સેવક ધૂણીયાના યુવાન પૂર્વ સરપંચ હરદેવસિંહ જાડેજાએ આપી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial