Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા સુખાકારી સમિતિની બેઠક યોજાઈ ગઈ
જામનગર તા. ર૯ઃ જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત ભવનમાં જિલ્લા સુખાકારી સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)માં સમાવિષ્ટ વિવિધ કાર્યક્રમો અને મુદ્દાઓની સમિતિના સદસ્યો સાથે વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
આ બેઠકમાં થયેલી ચર્ચા મુજબ, ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં ઈ-રિક્ષા દ્વારા ડોર-ટુ-ડોર વેસ્ટ કલેકશન અને સામુહિક વેસ્ટ કલેકશન કરવામાં આવે છે. ર૮૧ જેટલી ગ્રામ પંચાયત દ્વારા નિયમિતપણે ડોર-ટુ-ડોર વેસ્ટ કલેકશન કરવામાં આવ્યું છે. જિલ્લાના ૬૬ ગામોમાં તાલુકાવાઈઝ એસેટ બાંધકામ ચાલુ છે, અને ૧૩ ગામોમાં કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. સેગ્રીગેશન શેડની કામગીરીમાં ર૪ ગામોમાં કામગીરી ચાલુ છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં ૪૯ વ્યક્તિગત શૌચાલયનું બાંધકામ ચાલુ છે. તેમજ ૩૦પ જેટલા વ્યક્તિગત શૌચાલયોનું બાંધકામ વર્ષ ર૦ર૩-ર૪ માં પૂર્ણ કરવામાં આવ્યું છે.
જિલ્લા વિકાસ અધિકારીની બેઠક દરમિયાન ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા આરોગ્ય કેન્દ્ર અને આંગણવાડી કેન્દ્રની નિયમિતપણે સફાઈ કરાવવા અને આંગણવાડી કેન્દ્રના પરિસરમાં પોષણ વાટિકા અને આરોગ્ય કેન્દ્રમાં ઔષધ વાટિકાના નિર્માણની કામગીરી સુચારૃપણે થાય તે માટે સૂચના આપી હતી.
ઉકત બેઠકમાં ડીઆરડીએ નિયામક એન.એફ. ચૌધરી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ભાયા, આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસર સુશ્રી બિનલ સુથાર, ડીઆરડીએ ડિસ્ટ્રીકટ કો-ઓર્ડીનેટર વી.બી. ગોસ્વામી તેમજ અન્ય કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial