Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહાનુભાવોની ઉપસ્થિતિમાં ધો.૧ થી ૧ર ના વિદ્યાર્થીઓને બીરદાવાયાઃ
જામનગર તા. ૨૯ઃ સતત બીજા વર્ષે બ્રહ્મદેવ સમાજ ગુજરાત જામનગર ટીમ દ્વારા સમસ્ત બ્રહ્મ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ-ર૦ર૩ યોજાયો હતો. જેમાં ધો.૧ થી ૧ર ના વિદ્યાર્થીઓની સાથે વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરેલ હોય તેવા તેજસ્વી તારલાઓનું બ્રહ્મદેવ સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
એસબી શર્મા વર્લ્ડ સ્કૂલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સમસ્ત બ્રહ્મ સમાજના વિદ્યાર્થીઓની સાથે સંતો-મહંતો, રાજકીય અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો હાજર રહ્યા હતાં. આ કાર્યક્રમમાં આઈશ્રી માલુંઆઈ માતાજી, એસ.બી. શર્મા વર્લ્ડ સ્કૂલના ડાયરેકટર પ્રતિકભાઈ એસ. શર્મા, જાણીતા ઉદ્યોગપતિ જીતુભાઈ લાલ, જિલ્લા શિક્ષણાધિકારી શ્રીમતી મધુબેન ભટ્ટ, શહેર મહામંત્રી પ્રકાશભાઈ બાંભણિયા, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, બ્રહ્મસમાજના કોર્પોરેટર સુભાષભાઈ જોશી, આશિષભાઈ જોશી, ડિમ્પલબેન રાવલ, મહાદેવહર મિત્ર મંડળના રાજુભાઈ વ્યાસ, પરેશ ઠાકર, સમસ્ત બ્રહ્મ સમાજના જિલ્લા પ્રમુખ પ્રફુલભાઈ વાસુ, શશીકાંતભાઈ પુંજાણી, જીતુભાઈ મહેતા સહિત બ્રહ્મદેવ સમાજના રાષ્ટ્રીય સચિવ શ્રી મિલનભાઈ શુકલ, પ્રદેશ યુવા પ્રમુખ નીરજભાઈ જોશી, પ્રદેશ યુવા, અગ્રણી શુભમભાઈ જોશી, બ્રહ્મસમાજ અગ્રણી સુરેશભાઈ જોશી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.
રપ૦ થી વધુ તેજસ્વી તારલાઓનું તેમજ ૧પ જેટલા વિશિષ્ટ સન્માન મેળવનારા બ્રહ્મસમાજના વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતાં. આ તકે બ્રહ્મદેવ સમાજના મહા સચિવ મિલનભાઈ શુકલએ સમાજને સામાજિક રીતે મજબૂત બનાવવા હાકલ કરી હતી, બ્રહ્મદેવ સમાજ દ્વારા થતાં વિવિધ સમાજલક્ષી કાર્યોની પ્રશંસા કરી સમાજને રાહ ચિંધનાર કાર્યક્રમોના આયોજન બદલ બ્રહ્મદેવ સમાજ જામનગરની ટીમને અભિનંદન આપ્યા હતાં.
આ કાર્યક્રમને સફળ બનાવવા બ્રહ્મદેવ સમાજના પ્રદેશ અગ્રણી અજયભાઈ જાની, પ્રદેશ કારોબારી સભ્યો, કશ્યપભાઈ ઠાકર, હંસાબેન ત્રિવેદી, જિલ્લા પ્રભારી કલ્પેશભાઈ મહેતા, જિલ્લા પ્રમુખ વિરેનભાઈ ભટ્ટ, શહેર પ્રમુખ પ્રજ્ઞેશભાઈ ભટ્ટ, યુવા પ્રમુખ જીતેન્દ્રભાઈ ભટ્ટ, મહિલા પ્રમુખ ઈલાબેન જોશીની આગેવાનીમાં કન્વિનર ટીમ દિપકભાઈ ભટ્ટ, ડી.કે. ભટ્ટ, દિક્ષીતભાઈ, બિપીનભાઈ અબોટી, સચિનભાઈ જોશી, કલ્પેશભાઈ જોશી, મેહુલભાઈ મહેતા, કમલેશભાઈ પંડ્યા, દેવિકાબેન ઠાકર, મિત્તલબેન શુકલ, ભાવનાબેન રાવલ, કિરણબેન રાવલ, ક્રિષ્નાબેન દવે, ગીતાબેન રાવલ સહિતના હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી. તેમ બ્રહ્મદેવ સમાજ મીડિયા વિભાગ સચિન જોશીએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial