Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાલિકાઓ-તા.પં.ના પ્રમુખો-ઉપપ્રમુખોની નિયુક્તિને લઈને સસ્પેન્સ, રોટેશનના કારણે રાજકીય ગરમઃ
ખંભાળીયા તા. ર૯ઃ દ્વારકા જિલ્લા પંચાયત, ઉપરાંત પાલિકાઓ-તાલુકા પંચાયતોના પ્રમુખ-ઉપપ્રમુખોની મુદ્દત પૂરી થઈ હોય, રાજકીય હલચલ તેજ બની છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી માસના મધ્યમાં દ્વારકા જિલ્લા પંચાયત તથા જિલ્લાની પાલિકાઓમાં પ્રમુખ ઉપપ્રમુખ તથા કારોબારી ચેરમેનોની નિમણૂક થવાની હોય રોટેશનમાં પ્રમુખપદનો ક્રમ જાહેર થતાં રાજકીય ગરમી આવી છે તથા ઉમેદવારો પણ ઉત્સુક થવા માંડ્યા છે.
દ્વારકા જિલ્લા પંચાયતનું જોઈએ તો અહીં કુલ રર સદસ્યો છે. જેમાંથી ૧ર સદસ્યો ભાજપના છે અને એક સભ્યની બહુમતીથી એસ.ટી. અનામત પ્રમુખ રાજીબેન વીરાભાઈ મોરી ગત ટર્મમાં આવ્યા હતાં. આ વખતે સામાન્ય અનામત છે જેથી તમામ સભ્યો પ્રમુખના દાવેદાર થઈ શકે તેમ છે. જો કે થોડા સમય પહેલા ધારાસભ્યની ચૂંટણી મૂળુભાઈ બેરા જીતી ગયા હતા તેમાં સતવારા જ્ઞાતિનો જીતમાં સિંહ ફાળો હોય પ્રમુખ તરીકે સતવારા જ્ઞાતિને પસંદ કરાય તેવી સંભાવના પણ મનાય છે તો સતવારા જ્ઞાતિનો બોર્ડ નિગમના હોદ્દેદારમાં સમાવેશની બાબત પણ જિ.પં.ના પ્રમુખ પદના ઉમેદવાર પર અસર કે ફેરફાર થઈ શકે છે. ઉલ્લેખનિય છે કે દ્વારકા જિ.પં. ર૦૧૩ માં અસ્તિત્વમાં આવી તે પછી જામનગર જિ.પં. ના દ્વારકા જિલ્લાના સદસ્યોની નવી જિ.પં. બની હતી. ત્યારે ચંદ્રસિંહ પબુભા માણેક ભાજપના પ્રમુખ થયા હતા તે પછી બે વખત કોંગ્રેસના મહિલા સદસ્યો પ્રમુખ થયા હતા તે પછી ભાજપના રાજીબેન મોરી પ્રમુખ થયા હવે ફરી ભાજપના નવા પ્રમુખ આવશે ત્યારે ભાજપ કોની પસંદગી કરે છે તેની ચર્ચાઓ શરૃ થઈ છે.
ખંભાળીયા તાલુકા પંચાયત ભાજપ પાસે છે જેમાં આહિર ઉમેદવાર પ્રમુખ થયા હતાં. રામદેભાઈ કરમૂર પ્રમુખ થયા હતા જે પછી નવા પ્રમુખ મહિલા બીન અનામત છે જેમાં રાજપૂત ઉમેદવારની સંભાવના ચર્ચાય છે તો કેટલાક સભ્યો જેની તરફ જાય તેમ થાય તેમ પણ કહેવાય છે.
કલ્યાણપુર તાલુકા પંચાયતમાં પણ બીન અનામત છે જે પંચાયત અઢી વર્ષ પહેલા કોંગ્રેસે કબ્જે કરી હતી તે પછી ભાજપે તેના સભ્યો ખેડવીને કબ્જે કરી હતી ત્યાં પણ આ વખતે ભાજપ ઉમેદવાર નક્કી કરશે આ પહેલા બક્ષીપંચના ઉમેદવાર ત્યાં હતાં.
ભાણવડ તાલુકા પંચાયત જે એક માત્ર કોંગ્રેસના હાથમાં છે આ ભાણવડ વિસ્તારની તા.પં. પ્રમુખ સીટ બક્ષી અનામત છે જેમાં કોંગ્રેસે કસરત હાથ ધરી છે તો ભાંગફોડ થાય તે માટે ભાજપ પ્રયાસો કરે તો નવાઈ નહીં.
દ્વારકા તાલુકા પંચાયત પણ સામાન્ય છે. અહીં વાઘેર મહિલા પ્રમુખ હતાં. સંપૂર્ણ ભાજપની બહુમતીવાળી આ પંચાયતમાં પણ ભાજપ નક્કી કરે તે જ આવે તેવી વ્યવસ્થા થઈ છે.
નગર પાલિકાની સ્થિતિ દ્વારકા જિલ્લામાં જોઈએ તો કુલ ૬ નગર પાલિકા અહીં છે. જામનગર મોટો જિલ્લો હોવા છતાં દ્વારકામાં વધુ પાલિકાઓ છે તેમાં દ્વારકા, ભાણવડ અને સલાયામાં ચુંટણી હજુ થઈ નથી સામાન્ય ચૂંટણી પણ બક્ષીપંચની ટકાવારી ના નક્કી થતાં હજુ નક્કી નથી થઈ ઓખા ન.પા.માં હાલ ભાજપ છે પણ ત્યાં હજુ થઈ નથી. સામાન્ય ચૂંટણી પણ બક્ષીપંચની ટકાવારીના નક્કી થતા હજુ નક્કી નથી થઈ. ઓખા ન.પા.માં હાલ ભાજપ છે પણ ત્યાં હજુ પ્રમુખ, ઉપપ્રમુખની મુદ્દત પૂરી થવાને વાર છે. જ્યારે બાકીની બે નગરપાલિકાઓમાં ખંભાળીયા પાલિકામાં સામાન્ય બીન અનામત સ્ત્રી છે. હાલ અઢી વર્ષ માટે બક્ષીપંચ હતા પણ ભાજપે મહિલા બક્ષીપંચ ઉમેદવાર ભાવનાબેન પરમારને પ્રમુખ બનાવ્યા હતા આ વખતે બીન અનામત સ્ત્રી છે જેથી લોહાણા, બ્રાહ્મણ, રાજપૂત, ઉમેદવાર બની શકે છે. છે તો ખંભાળીયા, પાલિકામાં ભાજપની તોતીંગ બહુમતિ છે. અહીં ર૮ માંથી ર૬ બેઠકો ભાજપ પાસે છે પણ હાલના પ્રમુખ છેલ્લે પાલિકા ગર્લ્સ સ્કૂલ ભરતી પ્રકરણ, કચરા કોન્ટ્રાકટ સહિતના વિવાદોમાં આવ્યા હોય, અહીં ભાજપ નક્કી કરીને ઉમેદવાર મુકશે તેમ મનાય છે.
જામ રાવલ ન.પા.માં વ્યવસ્થા પરીવર્તન પાર્ટીનું સ્થાનિક પક્ષનું શાસન હતું જેના ૧૦ સભ્યો ભાજપમાં જોડાતા અહીં ભાજપનું શાસન થયું છે ત્યારે જામરાવલમાં પણ બીન અનામત પ્રમુખ છે ત્યારે ભાજપ અહીં કોને પ્રમુખ બનાવશે તે અંગે અટકળો શરૃ થઈ છે.
દ્વારકા જિલ્લામાં બે પાલિકાની ચૂંટણીઓ છે જેમાં ભાજપનું શાસન છે. ચાર તા.પં. ની ચૂંટણીઓ છે જેમાં ત્રણમાં ભાજપ છે તથા એક જિ.પં. છે જેમાં ભાજપની બહુમતી છે ત્યારે સૌથી મોટી સત્તા દ્વારકા જિલ્લામાં ભાજપની છે તથા તાજેતરમાં નવ વર્ષ પછી ભાજપને દ્વારકા જિલ્લાની બન્ને ધારાસભ્ય કબ્જે કરી છે ત્યારે આગામી લોકસભાની ચૂંટણીઓને ધ્યાને રાખીને ઉમેદવારોની પસંદગી થશે તેમ પણ મનાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial