Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાનો ગુગળી સમાજ બુધવારે બ્રહ્મપુરીમાં સમૂહ યજ્ઞોપવિત વૈદિક મંત્રોચ્ચાર સાથે ધારણ કરશે

સવારે આઠ વાગ્યે ગોમતીજીમાં દેહશુદ્ધિ પછી

દ્વારકા તા. ર૯ઃ દ્વારકાધીશ જગતમંદિરમાં ઠાકોરજીની સેવા-પૂજાતેમજ યાત્રિકો સાથે સંકળાયેલા ગુગળી બ્રહ્મ સમાજ દ્વારા સદીઓ જુની પરંપરા અનુસાર બુધવારે બળેવ પૂર્ણિમાની ઉજવણી કરાશે જેમાં સવારે ૮ કલાકે બ્રાહ્મણો દ્વારા દ્વારકાની પવિત્ર ગોમતી નદીના ઘાટ પર દેહશુદ્ધિની વિધિ કરવામાં આવશે જેમાં જ્ઞાતિ અગ્રણીઓ અને જ્ઞાતિજનો ઉપસ્થિત રહી હેમાદ્રી સંકલ્પ કરી દશાવિધિ સ્નાનની વિધિ કરવામાં આવશે. આ સાથે બ્રાહ્મણો દ્વારા ગાયત્રી મંત્રના જાપ પણ કરવામાં આવનાર છે.

દેહશુદ્ધિ વિધિ સાથે સાથે ઋષિ પૂજન, ઋષિ તર્પણ, ગ્રહ-નક્ષત્ર-ઋતુ અને માસ તર્પણની વિધિ પણ કરવામાં આવશે. ત્યારપછી મધ્યાહ્ન સમયે જગતમંદિરમાં ઠાકોરજીના યજ્ઞોપવિત ધારણ વિધિ પછી બપોરે ૧ર-૩૦ કલાકે ગુગળી બ્રહ્મપુરી નં. ૧ મા બે હજાર જેટલા જ્ઞાતિબંધુ પુરુષો એક જ જગ્યાએ સમૂહમાં ધાર્મિક વિધિવિધાન અને વૈદિક મંત્રોચ્ચાર સાથે સમૂહ યજ્ઞોપવિત ધારણ કરશે. ગુગળી બ્રહ્મસમાજની સદીઓ જુની આ સમૂહ યજ્ઞોપવિત ધારણની પરંપરા આજે પણ યથાવત્ રીતે જળવાઈ રહી છે જેમાં દરેક જ્ઞાતિબંધુ હોંશભેર જોડાય છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh