Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના શૌનક જાષીને સાયન્સ મીડિયા પ્રોડક્શન કોર્સમાં લંડનની પ્રતિષ્ઠિત કોલેજમાં મળ્યો પ્રવેશ

હર કસૌટી પાર કરને કા હૈ, લક્ષ્ય મેરા શ્રેષ્ઠ બનને કા હૈ

જ્યારે સફળતાની શ્રૃંખલા બને ત્યારે વ્યક્તિએ શ્રેષ્ઠતા મેળવી એમ કહી શકાય. જામનગરના જોષી પરિવારના કુલદિપ શૌનક હિતેષભાઈ જોષીએ શ્રેષ્ઠતા તરફના મૂકામની પ્રતિષ્ઠિત અને વિશ્વભરના મહાવિદ્યાલયોમાં ૬ઠ્ઠો ક્રમાંક ધરાવતી ઈમ્પિરિયલ કોલેજમાં સાયન્સ મીડિયા પ્રોડક્શન વિષય સાથે એમ.એસ.સી.નો વિશ્વનો એકમાત્ર અભ્યાસક્રમ છે જેમાં માત્ર ર૦ બેઠક હોય છે. તેમાંથી ભારતમાંથી એક માત્ર વિદ્યાર્થી તરીકે શૌનક જોષીએ પ્રવેશ મેળવી નગરને ગૌરવ અપાવ્યું છે.

શૌનકનો પરિવાર જામનગરના સડોદર ગામનો વતની છે. તેના પિતા હિતેષભાઈ યુ.એ.ઈ.માં ફિઝિક્સના શિક્ષક તરીકે સરકારી નોકરી ધરાવે છે, જ્યારે માતા દિપાબેન બૂટિકના વ્યવસાય સાથે જોડાયેલ હતાં. હિતેષભાઈએ આઈ.આઈ.ટી. ધનબાદમાંથી અભ્યાસ કર્યો છે તથા પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી છે. પિતાના પગલે ચાલી શૌનકે પણ ઉજ્જવળ ભવિષ્ય તરફ મક્કમ પગલાંઓ ભર્યા છે.

શૌનકે ધો. પ સુધી સુરતમાં તથા ધો. ૬ થી ૧ર સુધી છત્તીસગઢમાં અભ્યાસ પછી પૂનાની પ્રતિષ્ઠિત ફરગ્યુસન કોલેજમાંથી ઝૂલોજી અને જીઓલોજી વિષય સાથે ઉચ્ચ ગુણાંક સાથે બી.એસસી.ની પદવી પ્રાપ્ત કરી છે. લંડનમાં સાયન્સ મીડિયા પ્રોડક્શન વિષયમાં એમ.એસ.સી.ની પદવી મેળવ્યા પછી શૌનકને ડિસ્કવરી, નેશનલ જ્યોગ્રાફી, બીબીસી અર્થ વગેરે વિજ્ઞાન સંબંધિત ચેનલોમાં કામ કરવાની તક મળશે. ખૂબ જ કઠીન પ્રવેશ પ્રક્રિયાના ત્રણ તબક્કા પાર કરી ઈમ્પિરિયલ કોલેજમાં પ્રવેશ મેળવી શૌનકે પ્રતિભા અને પરિશ્રમથી લક્ષ્યભેદનું પ્રેરક ઉદાહરણ રજૂ કર્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh