Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગેહલોત સરકારે કાઢેલો માર્ગ કામ લાગશે?
જયપુર તા. ર૯ઃ ગઈકાલે ગણતરીના કલાકોમાં જ અલગ અલગ બે બનાવોમાં વિદ્યાર્થીઓએ કરેલી આત્મહત્યા પછી રાજસ્થાન સરકાર સામે ભાજપ દ્વારા તડાપીટ બોલી રહી છે, તો બીજી તરફ ગેહલોત સરકારે વિદ્યાર્થીઓની આત્મહત્યાઓનો સીલસીલો અટકાવવા એક ફોર્મ્યુલા અમલી બનાવી છે. વિશ્લેષકો વચ્ચે ચર્ચા એ વાતની થઈ રહી છે કે શું આ ફોર્મ્યુલા સફળ થશે ખરી?
રાજસ્થાનના કોટામાં જ ગઈકાલની બે સહિત ચાલુ શૈક્ષણિક વર્ષમાં રર જેટલા વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લેતા આ મુદ્દો હવે રાજકીય બની ગયો છે, અને તેની અસર આગામી ચૂંટણીઓ પર પડે તે પહેલા જ રાજસ્થાન સરકારે પાણી પહેલા પાળ બાંધી લીધી છે અને કોચિંગ ઈન્સ્ટિટ્યૂટો અડધો દિવસ જ ભણાવશે અને બાકીનો અડધો દિવસ મનોરંજનની પ્રવૃત્તિઓને સાંકળીને જ્ઞાન સાથે ગમ્મતની પદ્ધતિ અપનાવશે, જેથી ભણતરના ભાર તળે આવી જઈને વિદ્યાર્થીઓ ડિપ્રેશન કે અન્ય માનસિક કારણોસર આત્મહત્યા કરતા અટકે તેવી ફોર્મ્યુલા અપનાવાઈ રહી છે.
વિશ્લેષકોના મંતવ્યો પણ વહેંચાયેલા છે. કેટલાક શિક્ષણવિદે અને તજજ્ઞો રાજસ્થાન સરકારના તંત્રોએ આ ફોર્મ્યુલા અમલી બનાવવાનો પ્રયાસ સફળ થાય, તો તે મોડેલ આખા રાજ્ય કે દેશમાં પણ લાગુ થઈ શકે છે, અને તેના કારણે રાજસ્થાનમાં વર્તમાન શાસક પક્ષને થનારૃ સંભવિત રાજકીય નુક્સાન અટકાવી શકાય છે. બીજી તરફ ઘણાં વિશ્લેષકો તથા શિક્ષણ ક્ષેત્રના દિગ્ગજોના અભિપ્રાયો મુજબ શિક્ષણનો વ્યાપ મોટો છે અને તેમાં જ અભ્યાસ, રમતગમત અને ઈત્તર પ્રવૃત્તિઓનો સમાવેશ થયેલો જ છે, ત્યારે જો સૂચિત ફોર્મ્યુલા લાગુ થશે તો કોર્સ પૂરા કરવા તો અઘરા પડશે જ, પરંતુ વિદ્યાર્થીઓને પણ અભ્યાસ પ્રત્યેક પૂરેપૂરા સજાગ રહી શકશે નહીં. 'હાફ ડે સ્ટડી'-'હાફ ડે ફન'ના નારા સાથે જો નવી ફોર્મ્યુલા લાગુ કરવામાં આવે, તો તેથી વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રત્યેનો પલાયનવાદ વિસ્તાર પામશે અને તેમાંથી જ એક નવી માનસિક વિટંબણા ઊભી થશે, જે વધુ ખતરનાક હશે, તેમ પણ ઘણાં વિશ્લેષકો માને છે.
નવી ફોર્મ્યુલા મુજબ કોચિંગ ઈન્સ્ટિટ્યૂટો આત્મહત્યાનો પ્રયાસ કરી શકે, તેવી માનસિક્તા પ્રવર્તી રહી હોય, તેવા વિદ્યાર્થીઓની ઓળખ કરીને તેઓ કાઉન્સીલિંગ કરશે, અને મનોવૈજ્ઞાનિક રીતે તેઓને કેળવવાના પ્રયાસો કરાશે. આ ફોર્મ્યુલા હેઠળ આત્મહત્યા નિવારણ સમિતિની રચના પણ કરવામાં આવી છે, અને આ સમિતિ ટૂંક સમયમાં તમામ પાસાઓનો વિગતે અભ્યાસ કરશે. જો કોર્સ (અભ્યાસક્રમ) લાંબો હોય તો તે ઘટાડવા અને અભ્યાસક્રમોને વધુ રોચક અને સરળ રીતે લાગુ કેવી રીતે કરી શકાય અને પરીક્ષા પદ્ધતિ કેવી હોવી જોઈએ, તેનો પણ અભ્યાસ કરશે.
જો કે, આ પ્રકારે ડિપ્રેશન, રેગીંગ, વ્યસનો, કુસંગત, આર્થિક તંગી કે પ્રેમપ્રકરણો જેવા જુદા જુદા કારણો વિદ્યાર્થીઓની આત્મહત્યાની કમભાગી ઘટનાઓ બનતી હોય છે, પરંતુ એક જ શહેરમાં એક વર્ષ પણ પૂરૃં થયું નથી, ત્યાં આટલા બધા વિદ્યાર્થીઓએ આત્મહત્યાઓ કરી લેતા અત્યારે તો રાજસ્થાન સરકાર ફિક્સમાં મૂકાઈ ગઈ છે અને આ પ્રકરણ સ્વેદનશીલ મુદ્દાઓને લઈને રાજનીતિ કરવાના બદલે બધાએ સાથે મળીને તેનો ઉકેલ લાવવો જોઈએ, તેવો અભિપ્રાય વ્યક્ત થઈ રહ્યો છે!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial