Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સીબીડીટીના ડેટા મુજબ ૯૪ ટકાની વાર્ષિક આવક ૧૦ લાખથી ઓછીઃ
નવી દિલ્હી તા. ર૯ઃ ગુજરાતમાં કરોડપતિઓની સંખ્યા પાંચ વર્ષમાં બમણી થઈ ગઈ છે, જેથી દેશમાં ગુજરાતનો ડંકો વાગે છે. રાજ્યમાં ૧ વર્ષમાં ૪પ૦૦ કરોડપતિઓ વધ્યા છે. સીબીડીટીના ડેટા મુજબ ૯૪ ટકા લોકોએ વાર્ષિક આવક ૧૦ લાખથી ઓછી દર્શાવી છે. કોર્પોરેટ કેટેગરીમાં પણ ૧ વર્ષમાં ૧૦૦૦ કરોડપતિ બન્યા છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસના ડેટા અનુસાર ગુજરાતમાં આકારણી વર્ષ ર૦રર-ર૩ માં રૃા. ૧ કરોડ કે તેથી વધુની વાર્ષિક આવક જાહેર કરનારા 'કરોડપતિ' કરદાતાઓમાં ૪૯ ટકાનો વધારો જોવા મળ્યો છે. ર૦ર૧ માં રૃા. ૧ કરોડ કે તેથી વધુની કરપાત્ર આવક ધરાવતા ૯,૩૦૦ લોકોની સરખામણીમાં ર૦રર માં આ સંખ્યા ૪,પ૦૦ વધીને રેકોર્ડ ૧૪,૦૦૦ થઈ ગઈ છે એવું સત્તાવાર આંકડા દર્શાવે છે. છેલ્લા પાંચ વર્ષમાં કરોડપતિઓની સંખ્યા સૌથી વધુ હતી જે સમયગાળા દરમિયાન આ સંખ્યા ૭,૦૦૦ થી બમણી થઈને ૧૪,૦૦૦ થઈ ગઈ હતી.
આ વધારો નોંધપાત્ર છે, કારણ કે અગાઉના ચાર વર્ષોમાં રૃા. ૧ કરોડથી વધુ આવક ધરાવતા કરદાતાઓની સરેરાશ સંખ્યા ૮,ર૦૦ હતી. કોર્પોરેટ કેટેગરીમાં પણ ૧,૦૦૦ 'કરોડપતિ'નો ઉમેરો થયો હતો, કારણ કે સંખ્યા ૩,૭૦૦ થી વધીને ૪,૭૦૦ ઈ હતી, જે ર૮ ટકાનો વધારો દર્શાવે છે. નોન-કોર્પોરેટ કેટેગરીમાં ગુજરાતમાં એકંદર ટેક્સ બેઝ ર૦ર૧-રર માં ૭૧.ર લાખ કરદાતાઓની ૪ ટકા વધીને ર૦રર-ર૩ માં ૭૩.૮ લાખ થયો છે. પાંચ વર્ષ પહેલા ર૦૧૮ માં કુલ ટેક્સ બેઝ ૬ર.પ લાખ હતો. ૯૪ ટકા કરદાતાઓએ ૧૦ લાખ રૃપિયાથી ઓછી આવક જાહેર કરી છે.
એક અંગ્રેજી અખબારના અહેવાલો મુજબ સીબીડીટીનો ડેટા દર્શાવે છે કે, મોટાભાગના ૯૪ ટકા કરદાતાઓએ રૃા. ૧૦ લાખ સુધીની કરપાત્ર આવક જાહેર કરી છે. આ કેટેગરીમાં કરદાતાઓની સંખ્યામાં ર ટકાનો વધારો થયો છે જ્યારે ૧૦ લાખ અને તેનાથી વધુ કરપાત્ર આવકની શ્રેણીઓમાં, ૩.૩પ લાખથી ૪.૩૩ લાખ સુધીનો ર૯ ટકાનો વધારો જોરદાર હતો. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, વધુ કરપાત્ર આવક ધરાવતા લોકોની સંખ્યામાં વધારો થવા પાછળ અનેક કારણો જવાબદાર છે.
જીસીસીઆઈના ડાયરેક્ટ ટેક્સ કમિટીના ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે, 'વર્ષોથી કોર્પોરેટ ટેક્સ ઓછો કરવામાં આવ્યો છે અને જીએસટીમાં પણ પરિવર્તન આવ્યું છે અને તે ઊંચા કોર્પોરેટ વળતર માટેનું મુખ્ય કારણ છે. વાર્ષિક માહિતી નિવેદન, જે શેરબજારની આવક પણ દર્શાવે છે. જે પણ વધુ આવકના વધુ રિટર્ન ભરવાનું એક કારણ છે'. ઈન્ટરનેશનલ ટેક્સ નિષ્ણાત મુકેશ પટેલે જણાવ્યું હતું કે, આવકવેરા ચૂકવણી અને કેસલેસ એસેસમેન્ટ સ્કીમમાં આઈટી હસ્તક્ષેપને કારણે ઉચ્ચ સ્તરની ચોક્સાઈ અને પારદર્શિતાનું પાલન થયું છે.
પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, 'કરદાતાઓની આ સંખ્યામાં વધારો મોટાભાગે કોર્પોરેટ એક્ઝિક્યુટિવ્સ, રોકાણકારો અને યુવા વ્યાવસાયિકો દ્વારા કરવામાં આવ્યો હતો. જેઓ તેમની વધતી આવક જાહેર કરી રહ્યા છે'.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial