Advertisement
Author: નોબત સમાચાર

કલમ-૩૭૦ હટ્યા પછી ૧૬ લાખ પ્રવાસીએ જમ્મુ-કાશ્મીરની લીધી મુલાકાતઃ કેન્દ્ર

સોલિસિટર જનરલે કેન્દ્ર તરફથી રજૂ કરી ધારદાર દલીલોઃ

નવી દિલ્હી તા. ર૯ઃ ગઈકાલે કલમ-૩૭૦ હટાવ્યા પછીની જમ્મુ-કાશ્મીરની સ્થિતિ અને વિવિધ દલીલો પછી આજે પણ સુનાવણી થનાર છે. સોલિસિટર જનરલે કેન્દ્ર તરફથી ધારદાર દલીલો કરી હતી.

જમ્મુ અને કાશ્મીરના વિશેષ દરજ્જાના અનુચ્છેદ-૩૭૦ નાબૂદ કરવા વિરૃદ્ધ સુપ્રિમ કોર્ટમાં ૧૧ મા દિવસે ચાલેલી ચર્ચા દરમિયાન કેન્દ્ર સરકારે કહ્યું કે ફેબ્રુઆરી ર૦૧૯ માં પુલવામામાં સીઆરપીએફના કાફલા પર જેહાદી હુમલા પછી કેન્દ્ર સરકારે મન બનાવ્યું કે કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ કરવામાં આવશે અને ત્યાં કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવશે.

કેન્દ્ર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, ઘણી વસ્તુઓ થઈ છે. પુલવામા હુમલો ર૦૧૯ ની શરૃઆતમાં થયો હતો અને આ પગલું ઘણી બાબતોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રિમ કોર્ટને કહેવામાં આવ્યું હતું કે, આ એક સારી રીતે વિચારાયેલો વહીવટી મુદ્દો છે. આ નિર્ણય પહેલાથી સારી રીતે વિચારી લેવામાં આવ્યો છે અને તે ઉતાવળિયો નિર્ણય નથી.

પીડીપી અને નેશનલ કોન્ફરન્સ ઓફ જમ્મુ અને કાશ્મીર સહિત અને પક્ષોએ કેન્દ્ર સરકારના આ પગલાંને ત્યાંના લોકોના અધિકારોનું ઉલ્લંઘન અને તેમની સાર્વભૌમત્વની વિરૃદ્ધ ગણાવ્યું હતું. આ સાથે કલમ ૩૭૦ અને ૩પએ ને પુનઃ સ્થાપિત કરવાની માંગ કરવામાં આવી હતી.

તુષાર મહેતાએ કહ્યું કે હવે લોકોને સમજાયું છે કે તેઓએ શું ગુમાવ્યું છે. કલમ ૩પએ હટાવ્યા પછી જમ્મુ-કાશ્મીરમાં રોકાણ આવવાનું શરૃ થયું છે અને કેન્દ્રની નજીક પોલીસ તંત્રની હાજરીને કારણે આ વિસ્તારમાં પ્રવાસન પણ શરૃ થયું છે. સોલિસિટર જનરલે ધ્યાન દોર્યું કે અલગ થયા પછી, લગભગ ૧૬ લાખ પ્રવાસીઓએ જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લીધી છે અને પ્રદેશમાં નવી હોટેલો ખોલવામાં આવી છે, જેણે મોટી સંખ્યામાં લોકોને રોજગારી પ્રદાન કરી છે.

સુનાવણીના અંતે જસ્ટિસ સંજીવ ખન્નાએ મહેતાને બે પાસાઓ સ્પષ્ટ કરવા કહ્યું, પહેલુ- શું લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશમાં રૃપાંતરિત કરવાથી તેનું સ્તર ઘટશે? બીજુ, કલમ ૩પ૬ (રાષ્ટ્રપતિ શાસન) હેઠળ મહત્તમ કાર્યકાળ ૩ વર્ષ છે. ત્રણ વર્ષનો આ કાર્યકાળ પૂરો થવા આવ્યો છે. તેથી તેની સ્પષ્ટતા થવી જોઈએ.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh