Advertisement
Author: નોબત સમાચાર

ડીઆરએમ ટ્રોફી-ર૦ર૩ માં આરપીએફ ટીમ ચેમ્પિયન

રાજકોટ ડિવિઝન સ્પોર્ટસ એસોસિએશન દ્વારા આયોજીત

રાજકોટ તા. ૧૫ઃ રાજકોટ ડિવિઝનલ સ્પોર્ટસ એસો. દ્વારા તાજેતરમાં ડિવિઝન પર રેલવે કર્મચારીઓ માટે રમતગમતની પ્રવૃત્તિઓ માટે 'ડીઆરએમ ટ્રોફી-ર૦ર૩'નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત ડિવિઝનના વિવિધ વિભાગોની ટીમો માટે ર૬ માર્ચથી ર૩ એપ્રિલ-ર૦ર૩ દરમિયાન વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ક્રિકેટ, ફૂટબોલ એથ્લેટિક્સ, ટેબલ ટેનિસ, બેડમિન્ટન, વોલીબોલ અને ચેસની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાઓના પરિણામો પોઈન્ટ ટેબલ મુજબ આપવામાં આવ્યા હતાં. રેલવે પ્રોટેક્શન ફોર્સ વિભાગની ટીમ સૌથી વધુ ૬૩ પોઈન્ટ મેળવીને ડીઆરએમ ટ્રોફી-ર૦ર૩ ની ચેમ્પિયન બની હતી. મિકેનિકલ વિભાગની ટીમ ર૯ પોઈન્ટ મેળવીને રનર્સ અપ બની હતી.

રેલવે ઓફિસર્સ ક્લબ, રાજકોટમાં હાલમાં યોજાયેલ ઈનામ વિતરણ સમારોહમાં રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર અનિલકુમાર જૈન દ્વારા વિજેતા ટીમોને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ સાથે આ સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર ખેલાડીઓને મોમેન્ટો અને પ્રમાણપત્રો પણ આપવામાં આવ્યા હતાં. આ પ્રસંગે ડીઆરએમ જૈને તમામ ખેલૈયાઓને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, તેઓને ફરજની સાથે સાથે રમતગમતમાં રસ લેવો જોઈએ અને પોતાને સ્વસ્થ રાખવા જોઈએ. રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર અનિલ કુમાર જૈન અને આરડીએસએ સેક્રેટરી અને સિનિયર ડિવિઝનલ ઓપરેશન મેનેજર આર.સી. મીનાના માર્ગદર્શન હેઠળ આ ટુર્નામેન્ટનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠનના પ્રમુખ શ્રીમતી વિધુ જૈન, ઉપપ્રમુખ શ્રીમતી મીતા સૈની, એડીઆરએમ ગોવિંદ પ્રસાદ સૈની, વિવિધ વિભાગોના શાખા અધિકારીઓ, ટ્રેડ યુનિયનના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતાં તેમ સુનિલ કુમાર મીના, સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર, પશ્ચિમ રેલવે, રાજકોટ ડિવિઝનએ યાદી જણાવેલ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh