Advertisement
Author: નોબત સમાચાર

લોકગીતથી ખુશ થઈને લોક સાહિત્યકારને મુસ્લિમ બીરાદરે આપી રૃા. એક લાખની ઘડિયાળની ભેટ

વૈમનસ્ય ફેલાવીને વાતાવરણ ડહોળતા લોકોના ગાલે તમાચો

ભાટીયા તા. ૧૫ઃ રાજકીય લોકો ચૂંટણીઓ સમયે પોતાના રાજકીય રોટલા સેકવા, હિન્દુ-મુસ્લિમ, મંદિર-મસ્જીદના નામે કોમી ઉશ્કેરણીઓ કરીને બે કોમ વચ્ચે વૈમન્સ્ય ફેલાવી વાતાવરણ ડહોળતા હોય છે.

ત્યારે તાજેતરમાં કલ્યાણપુર તાલુકાના લાંબા બંદરમાં મોમાઈ માતાજીના મઢ મુકામે આયોજીત કાર્યક્રમમાં લોક સાહિત્યકાર ઉપલેટાના દેવરાજભાઈ ગઢવીના એક લોકગીત ઉપર ખુશી વ્યકત કરીને મૂળ લાંબા બંદરના અને હાલ મુંબઈના આદમભાઈ નામના મુસ્લિમ બિરાદરે ચાલુ ડાયરામાં સ્ટેઈજ ઉપર પહોંચીને દેવરાજભાઈ ગઢવીને ઉભા કરીને તેના કાંડા ઉપર એક લાખ રૃપિયાની કિંમતની રાડો ઘડિયાળ પહેરાવી કોમી એકતાનું અને ભાઈચારાનું અનેરૃ ઉદાહરણ પુરું પાડ્યું હતું. ડાયરામાં ચલણી નોટોના વરસાદ થતા રહે છે પરંતુ આમ વ્યક્તિગત ભેટ આપવાનું ભાગ્યે જ જોવા મળતંું હોય છે. આજ સાચુ ભારત છે.

આદમભાઈ વર્ષોથી લાંબા બંદરમાં દાન-પુણ્ય કરવા માટે જાણીતા છે અને મુંબઈમાં રહીને પણ માદરે વતન તરફ તેમનો લગાવ કાયમી સરાહનીય છે તેઓ હિન્દુઓના તહેવારોમાં પણ ઉદારહાથે કાયમી ફાળો આપતા રહે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh