Advertisement
Author: નોબત સમાચાર

ગુલાબનગર ઓવરબ્રિજ પાસે રોડ ક્રોસ કરતા તરૃણનું બાઈકની ઠોકરે ચડતા મૃત્યુ

અન્ય ચાર અકસ્માતમાં છ વ્યક્તિને ઈજાઃ

જામનગર તા.૧૫ ઃ જામનગરના ગુલાબનગર પાસે શુક્રવારે સવારે એક બાઈકે રોડ ક્રોસ કરતા તરૃણને ઠોકર મારી પછાડ્યા પછી ઈજા પામેલા આ તરૃણનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે જુદા જુદા ચાર અકસ્માતમાં છ વ્યક્તિને ઈજા થઈ છે.

જામનગરના નાગેશ્વર કોલોની વિસ્તારમાં રહેતા નીતિનભાઈ કાનજીભાઈ બારીયા નામના કોળી યુવાનનો ભત્રીજો તુષાર રાજેશભાઈ બારીયા શુક્રવારે સવારે સાડા નવેક વાગ્યે ગુલાબનગર રોડ પાસે ઓવરબ્રિજ નજીકથી પસાર થતો હતો.

ત્યારે તેને નંબર પ્લેટ વગરના મોટરસાયકલના ચાલક મહિપાલ જીલુભાઈ વાંકએ ઠોકર મારી ફંગોળ્યો  હતો. માથામાં ગંભીર ઈજા પામેલા તુષારને સારવાર માટે ખસેડવામાં આવ્યા પછી શનિવારે બપોરે આ તરૃણનું મૃત્યુ નિપજ્યું છે. પંચકોશી-બી ડિવિઝન પોલીસે નીતિનભાઈ બારીયાની ફરિયાદ પરથી હાપા પાસે આવેલા મોટરના શો-રૃમમાં નોકરી કરતા મહિપાલ જીલુભાઈ વાંક સામે ગુનો નોંધ્યો છે.

જામનગરના રણજીત સાગર રોડ પર પુષ્કરધામ સોસાયટીમાં રહેતા ભાવેશ નરશીભાઈ કથીરીયા અને અન્ય વ્યક્તિ શુક્રવારે સવારે હાપા નજીક રેલવે ઓવરબ્રિજ પરથી જીજે-૧૦-ડીએમ ૪૭૮૫ નંબરના બાઈકમાં જતાં હતા ત્યારે જીજે-૩-બીડબલ્યુ ૯૪૭૩ નંબરના બોલેરોએ ઠોકર મારતા બંને વ્યક્તિ ઘવાયા છે.

જામનગરના ખીજડિયા બાયપાસ પાસે વસવાટ કરતા સીદાહુસેન ઈસ્લામભાઈ ખાન નામના આસામીના ટ્રકના ડ્રાઈવર રઝાક કુરબાનખાન ગઈ તા.૨૯ની રાત્રે નવેક વાગ્યે ખીજડિયા બાયપાસ પાસે હતા ત્યારે રોડ ક્રોસ કરતી વખતે તેઓને જીજે-૧૦-ડીડી ૭૧૧૮ નંબરના બાઈકના ચાલકે ઠોકરે ચઢાવ્યા હતા.

જામનગર તાલુકાના નારણપુર ગામના રોહિત શાંતિભાઈ નંદા નામના તરૃણને શુક્રવારે સવારે જીજે-૧૦-ડીએ ૫૧૦૨ નંબરની મોટરના ચાલક ઉમેદ કાંતિભાઈ ફલીયાએ ઠોકર મારી દીધી હતી. ઘવાયેલા તરૃણને સારવારમાં ખસેડવામાં આવ્યા છે.

પડધરી તાલુકાના અરવિંદભાઈ ભુરાભાઈ રામોલીયા તથા અન્ય વ્યક્તિ શનિવારે સવારે કાલાવડ તાલુકાના આણંદપર ગામ પાસેથી જીજે-૩-એફઈ ૩૬૧ નંબરના બાઈકમાં જતા હતા ત્યારે આણંદપરના વળાંકમાં જીજે-૧૧-એએસ ૯૧૦૨ નંબરની મોટરના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતા ફ્રેક્ચર સહિતની ઈજાઓ પામેલા બંને વ્યક્તિને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh