Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચાંપાબેરાજાની જમીનનો મામલોઃ
જામનગર તા.૧૫ ઃ જામનગરના ચાંપાબેરાજા ગામમાં આવેલી એક જમીન અંગે કેટલીક બહેનોએ પોતાનો હિસ્સો મેળવવા અદાલતના દ્વાર ખટખટાવ્યા છે.
જામનગર તાલુકાના ચાંપા બેરાજા ગામમાં આવેલી રે.સ.નં.૨૮૪વાળી જમીન જુમાભાઈ ઉમરભાઈ સુમરાની હોઈ તેમના મૃત્યુ પછી સીધી લીટીના વારસદાર એવા પુત્રી મરીયમબેન, હાજરાબેન, જેનબબેન, નસીમબેનની સહી વગર જ તેમના મામાએ દસ્તાવેજ કરાવી તેમના પુત્ર ઈમ્તિયાઝ અલીમામદ અને ઈકબાલ અબ્દુલને વેચાણ કરવાની તજવીજ કરી હતી.
આ જમીનમાંથી ઉપરોક્ત બહેનોને હિસ્સો આપ્યા વગર જ તે પેરવી કરાતી હોય. અદાલતમાં પુત્રીઓએ વકીલ પ્રિતેશ શુકલ, રેખાબેન રાઠોડ, વીણા જોષી મારફત દાવો કર્યાે છે. તેઓને મનાઈહુકમ શા માટે ન આપવો તેવી કારણદર્શક નોટીસ અદાલતે જારી કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag