Advertisement
Author: નોબત સમાચાર

નયારા એનર્જી દ્વારા ચાર સ્ટાર્ટ -અપ્સની પસંદગીઃ ડિંગ અને મેન્ટરશીપથી કરાયા સશક્ત

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં યુવાનોને પ્રોત્સાહન માટે

મુંબઈ તા.૧૫ ઃ નયારા એનર્જીએ યુવા સંચાલિત ચાર સ્ટાર્ટ-અપ્સને સીડ ડિંગ અને મેન્ટરશીપ દ્વારા સશક્ત બનાવ્યા છે.

આંતરરાષ્ટ્રીય ડાઉનસ્ટ્રીમ એન્ડ કંપની નયારા એનર્જીએ યુએનડીપી ઈન્ડિયા સાથેની ભાગીદારીમાં પ્રોજેક્ટ એક્સેલ (પ્રોજેકટ એક્સેલ) પહેલતા ભાગરૃપે ગુજરાતમાં ઈનોવેટિવ અને યુવા-સંચાલિત ચાર સ્ટાર્ટ-અપ્સને ભંડોળ અને માર્ગદર્શન પૂરુ પાડંયું છે. પ્રોજેક્ટ એક્સેલ એ ગુજરાતના જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં યુવાનોમાં ઈનોવેશન અને ઉદ્યોગમાં સાહસિકતાની તકોને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે યુવા આગેવાનો હેઠળનો અનોખો સ્ટાર્ટ-અપ ચેલેન્જ પ્રોગ્રામ છે.

આ પહેલને ૪૦૦થી વધુ ઉત્સાહી યુવાનો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. જેમણે આ માટે પોતાની અરજીઓ સોંપી હતી. ઉદ્યોગના નિષ્ણાતો, રોકાણકારો, શિક્ષણક્ષેત્રના નિષ્ણાતો અને જિલ્લા સ્તરના સરકારી અધિકારીઓની બનેલી પેનલ દ્વારા આકરી પસંદગી પ્રક્રિયા કરવામાં આવી હતી. તેમાંથી યુએનડીપીના આંત્રપ્રિન્યોરશીપ ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં પરફોર્મન્સ અને બિઝનેસ પીચની યોગ્યતાના આધારે ચાર વિજેતાઓની પસંદગી કરવામાં આવી હતી.

વિજેતાઓને એક કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવ્યા હતાા જેમાં દર્શન શાહ, ડે. કલેક્ટર, ગુજરાત સરકાર, નયન ગોરડીયા (ડે. પોલીસ અધિક્ષક, જામનગર), મહાનુભવો તથા નયારા એનર્જી, યુએનડીપી ઈન્ડિયા, સેવન્થ સેન્સ ટેલેન્ટ સોલ્યુશન્સના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વિજેતા સ્ટાર્ટ-અપ્સે કોવિડ પછીના વિશ્વમાં ટકાઉ અને ઈનક્લુઝિવ ડેવલપમેન્ટ પ્રાપ્ત કરવા માટે કૃષિ અને વેસ્ટ મેનેજમેન્ટ જેવા મહત્ત્વના ક્ષેત્રોને સંબોધતા ઉકેલોની વિવિધ શ્રેણી રજૂ કરી હતી. આ સ્ટાર્ટ-અપ્સમાં બેટરી ચેસીસ સ્પ્રે પંપ, એક વર્મીકમ્પોસ્ટ પ્લાન્ટ અને એક પરંપરાગત અનસસ્ટેનેબલ એમ્બ્રોઈડરી વેન્ચરનો સમાવેશ થાય છે. આ તમામ સમકાલીન પડકારોનો જોરદાર સામનો કરવા માટે સક્ષમ છે.

આ પહેલના ભાગરૃપે, નયારા એનર્જી અને યુએનડીપી ઈન્ડિયાએ દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં ૩૫ વિવિધ સંસ્થાઓમાં તાલીમ કાર્યક્રમો પણ યોજ્યા છે તેમાં નવ સંસ્થાઓને લાભ અપાયો છે. તેમાં ૪૭ ફેકટરી સભ્યોને પણ તાલીમ આપવામાં આવી હતી જેઓ પ્રોગ્રામના અમલીકરણમાં મદદ કરશે. આ સહયોગનો હેતુ યુવાનોના સશક્તિકરણ માટે જરૃરી સ્કીલ અને સપોર્ટ આપવાનો છે. જેથી તેઓ સમાજમાં અર્થપૂર્ણ યોગદાન આપી શકે.

નયારા એનર્જીએ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલીટી (સીએસઆર)માં તેની કામગીરીને સતત વિસ્તારી છે તે જે સમુદાયોમાં કાર્ય કરે છે તેની સામૂહિક સમૃદ્ધિ માટે નયારા પ્રતિબદ્ધ છે. વિવિધ સીએસઆર પહેલ દ્વારા નયારા એનર્જીએ અનેક રાજ્યોમાં સમુદાયો સાથે કાયમી ભાગીદારી સ્થાપી છે અને તેમાં સામેલ તમામ હિતધારકો માટે કાયમી અસર પેદા કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh