Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વાર્ષિકોત્સવ પ્રસંગે ૧૬ મી મે ના દિવસે
ખંભાળિયા તા. ૧૫ઃ ખંભાળિયાના ધરમપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં સિંહણ રોડ તરફ આવેલ પ્રેસિડેન્ટ સ્કૂલમાં તા. ૧૬ ના વાર્ષિકોત્સવની ઉજવણી સાથે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.
સંબંધોના સરવાળા કાર્યક્રમ અંતર્ગત વિવિધ બાબતે વિદ્યાર્થીઓ તથા સંલગ્ન વ્યક્તિઓનું સન્માન કરવામાં આવશે. ઉપરાંત ધો. ૧૦, ૧ર પછી શું? બાળકોનો સર્વાંગી વિકાસ અને ગુણવત્તાસભર વિકાસ કઈ રીતે થાય? આ બાબતે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.
આ સમયે પત્રકારીત્વ ક્ષેત્રમાં યોગદાન આપનાર કુંજનભાઈ રાડિયાનું અભિવાદન પણ કરવામાં આવશે.
આ પ્રસંગે રાજકોટના જાણીતા ડો. મેહુલભાઈ રૃપાણી, (ડાયરેક્ટર-વર્ચ્યુઅલ વિદ્યાપીઠ, એમડી, લેબલ નેક્સ પ્રોજેક્ટ), જાણીતા ભાગવતાચાર્ય શાસ્ત્રીજી ભાવેશભાઈ આરંભડિયા, શિક્ષિત યુવાન અને રાજકીય અગ્રણી મયુરભાઈ ગઢવી, ઓર્થોપેડિક સર્જન ડો. અમીતભાઈ નકુમ, રાજકોટના મોટીવેશનલ સ્પિકર હર્ષદભાઈ પરમાર ખાસ ઉપસ્થિત રહેશે.
આ આયોજનમાં સદ્ભાગી થવા નાગરિકો તેમજ વિદ્યાર્થીઓને શાળાના મુખ્ય સંચાલક માહીભાઈએ અનેરોધ કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag