Advertisement
Author: નોબત સમાચાર

હૃદયના વાલ્વની બીમારીથી કંટાળી જઈ યુવાનની ગળાફાંસો ખાઈ આત્મહત્યા

માનસિક તણાવના કારણે યુવકે કર્યું વિષપાનઃ

જામનગર તા.૧૫: લાલપુર તાલુકાના પીપળી ગામના એક યુવાને હૃદયના વાલ્વની બીમારીથી કંટાળી ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો છે. જ્યારે લાખાબાવળના એક યુવાને માનસિક તણાવમાં આવી જઈ વિષપાન કર્યા પછી સારવારમાં તેઓનું મૃત્યુ નિપજ્યું છે.

લાલપુર તાલુકાના પીપળી ગામમાં રહેતા અને મજૂરીકામ કરતા વિજયભાઈ તેજાભાઈ મકવાણા નામના ત્રેવીસ વર્ષના યુવાને શનિવારે સાંજે પોતાના ઘરે સુતરની દોરી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો. આ યુવાનને હૃદયમાં આવેલા વાલ્વની બીમારી હતી.  તેનાથી કંટાળી છે વિજય મકવાણાએ ગળાટૂંપો ખાઈ જિંદગી ટૂંકાવ્યાની તેમના મોટાભાઈ અમરશીભાઈ મકવાણાએ પોલીસને જાણ કરી છે. જમાદાર એસ.કે. જાડેજાએ તપાસ શરૃ કરી છે.

જામનગર તાલુકાના લાખાબાવળ ગામના નવા પ્લોટમાં રહેતા પ્રવીણભાઈ ગોવિંદભાઈ વાઘેલા નામના ૨૨ વર્ષના અનુસૂચિત જાતિના યુવાને ગયા ગુરૃવારે સાંજે પોતાના ઘરે કોઈ ન હતું ત્યારે કોઈ ઝેરી દવા ગટગટાવી લીધી હતી તેની જાણ થતા પરિવારજનોએ અશ્વિનભાઈને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં આ યુવાનનું મૃત્યુ થયાનું તેના મોટાભાઈ અશ્વિનભાઈ વાઘેલાએ જાહેર કર્યું છે. પંચકોશી-બી ડિવિઝનના જમાદાર એસ.એસ. જાડેજાએ મૃતદેહનો કબજો સંભાળી આગળની કાર્યવાહી કરી છે. આ યુવાન થોડા દિવસથી માનસિક તણાવમાં હોવાનું જાણવા મળ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh