Advertisement
Author: નોબત સમાચાર

વાઘા બોર્ડરથી વડોદરા આવી પહોંચેલા ૧૮૪ માછીમારને કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે આવકાર્યા

પાકિસ્તાનથી પરત ફરેલા માછીમારોને માદરે વતન પહોંચાડાયા

વડોદરા તા. ૧પઃ પાકિસ્તાનની જેલમાંથી છૂટેલા ૧૮૪ માછીમારોને વાઘા બોર્ડરથી તંત્ર દ્વારા વડોદરા પહોંચાડાયા, ત્યારે રાજ્ય સરકાર તરફથી કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે તેઓને આવકાર્યા હતાં, અને તે પછી તેઓના માદરેવતન તરફ જવા રવાના કરાયા હતાં.

પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા ૧૮૪ માછીમારોને વાઘા બોર્ડરથી વડોદરા પહોંચાડાયા ત્યારે આ જિંદાદિલ સાગર ખેડૂઓને મંત્રી રાઘવજીભાઈ પટેલે મ્હોં મીઠા કરાવી વતનમાં આવકાર્યા હતાં. કોરોનાનો મહત્ત્વનો તબક્કો પાકિસ્તાનનીજેલમાં પસાર કરનારા આ માછીમારોને બસ મારફત પોતાના વતન મોકલાયા હતાં. ચારેક વર્ષના અંતરાલ પછી ગુજરાત પરત ફરેલા આ માછીમારોએ શ્વાસમાં વતનની સુગંધનો દરિયો ભરી લીધો હતો. વડોદરામાં આ સમૂહનુ ટ્રેન મારફત આગમન થતાં મંત્રી રાઘવજીભાઈ પટેલ સહિતના આગેવાનો દ્વારા હારતોરા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ માછીમારોએ કોરોનાનો મહત્ત્વનો તબક્કો પાકિસ્તાનની જેલમાં પસર કર્યો હતો. ઉલ્લેખનિય છે કે, અરબી સમુદ્રમાં ભારતીય જળસિમામાં માછીમારી કરવા જતાં સાગરખેડૂઓને પાકિસ્તાન દ્વારા પકડી લેવામાં આવે છે અને તેના પર ત્યાંના કાયદાનુસાર કેસ ચલાવીને જેલમાં પૂરી દેવામાં આવે છે. ભારતીય જળ સિમામાંથી પકડાયેલા મોટાાગના માછીમારોને કરાંચી નજીક આવેલી લાટી જેલમાં રાખવામાં આવે છે.

પાકિસ્તાનની જેલમાં રહેલા ગુજરાતી માછીમારોને છોડાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ ઉપરાંત કેન્દ્રિય રાજ્યમંત્રી પુરુષોત્તમ રૃપાલા કેન્દ્ર સાથે સતત સંપર્કમાં રહ્યા હતાં.

ગુજરાત સરકારના ઉક્ત પ્રયત્નોને પરિણામે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને વિદેશમંત્રી એસ. જયશંકરે પાકિસ્તાનની જેલમાં રહેલા ભારતીય માછીમારોને છોડાવવા માટે રાજદ્વારી પ્રયાસો કરતા તેને સફળતા મળી હતી અને પાકિસ્તાનના સત્તાધીશો દ્વારા ૧૯૮ ભારતીય માછીમારોને મુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મુક્ત કરવામાં આવેલા માછીમારો પૈકી ગુજરાતના ૧૮૪, આંધ્રપ્રદેશના ૩, દિવના ૪, મહારાષ્ટ્રના પ અને ઉત્તર પ્રદેશના ર નો સમાવેશ થાય છે.

ગુજરાતની ૧૮૪ વ્યક્તિમાં ગિર સોમનાથ જિલ્લાના ૧પર દેવભૂમિ દ્વારકાના રર, જામનગર, જૂનાઢ, કચ્છ, વલસાડ અને નવસારીના એક-એક, પોરબંદરના પાંચ માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી મુક્તિ મળી છે.

સામાન્ય રીતે સુરક્ષાની દૃષ્ટિએ માછીમારોનું વેરિફિકેશન કરવામાં આવે છે. ભારતીય માછીમારોને પાડોશી દેશ દ્વારા પકડવામાં આવે ત્યારે તેમાં રહેલા ખલાસીઓની વિગતો મત્સ્ય ઉદ્યોગ દ્વારા મેળવવામાં આવે છે. સર્વપ્રથમ તો વિદેશી એજન્સી દ્વારા પકડાયેલી ભારતીય બોટની નોંધણી રદ્ કરવામાં આવે છે. આ બોટની નોંધણી મહત્ત્વની એટલા માટે છે કે, તેના આધારે તેની ઓળખ પ્રસ્થાપિત કરવામાં આવે છે અને રાજ્ય સરકાર દ્વારા તેને સબસિડીયુક્ત ડીઝલ આપવામાં આવે છે. વળી, સાગરખેડૂ પકડાઈ એટલે તેના પરિવારને રાજ્ય સરકાર દ્વારા હમદર્દી દાખવીને રૃા. ૩૦૦ પ્રતિદિન લેખે જીવાઈ આપવામાં આવે છે. પકડાયેલા માછીમારોની ઓળખ પ્રસ્થાપિત કરીને મત્સ્ય ઉદ્યોગ વિભાગ દવારા રાજ્ય સરકાર મારફત વિદેશ મંત્રાલયને યાદી મોકલવામાં આવે છે. જેના આધારે એમ્બેસી મારફત તેના વેરિફિકેશન કરવામાં આવે છે. હવે આ માછીમારો વાઘા બોર્ડર ઉપર આવે ત્યારે ફરી તેનું વેરિફિકેશન કરવામાં આવે છે. આટલું જ નહીં, તેના આરોગ્યની તપાસણી પણ કરવામાં આવે છે. બાદમાં તેના માટે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરવામાં આવે છે. હાલમાં છૂટેલા આ માછીમારો અમૃતસરથી ટ્રેન માફરતે વડોદરા આવી પહોંચ્યા હતાં. તેમના માટે ખાસ બે ડબ્બાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

આજે વહેલી સવારે રેલવે સ્ટેશનમાં મંત્રી રાઘવજીભાઈ પટેલ ઉપરાંત ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા, ચૈતન્યભાઈ દેસાઈ, અગ્રણી ડો. વિજયભાઈ શાહ, કલેક્ટર અતુલ ગોર, મત્સ્ય ઉદ્યોગ કમિશનર નીતિન સાંગવાન, અધિક પોલીસ કમિશનર મનોજ નિનામા દ્વારા માછીમારોનું હારતોરા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. મંત્રીએ કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો. મુક્ત થયેલા સાગરખેડૂતોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. બાદમાં તેઓને ચાર ખાનગી બસો મારફત ગિરસોમનાથ તરફ રવાના કરવામાં આવ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh