Advertisement
Author: નોબત સમાચાર

વિકસતી જાતિના વિદ્યાર્થીઓને પ્રવેશ અંગે અરજી કરવા સૂચના

જામનગરમાં આદર્શ નિવાસી શાળામાં

જામનગર તા. ૧પઃ વિકસતી જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષામાં સારૃ શિક્ષણ મળી રહે તે હેતુથી રાજ્યમાં ધોરણ ૯ થી ૧ર ની ૩૩ આદર્શ નિવાસી શાળા નિયામકશ્રી, વિકસતી જાતિ કલ્યાણ ખાતું, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા સંચાલિત છે. જે પૈકી જિલ્લા નાયબ નિયામક, વિકસતી જાતિ, જામનગર હસ્તકની આદર્શ નિવાસી શાળા, સાધના કોલોની સામે, રણજીતસાગર મેઈન રોડ, જામનગરમાં કાર્યરત છે.

આ શાળામાં વિદ્યાર્થીઓને ઉત્તમ શિક્ષણની સાથે રહેવા-જમવાની સુવિધા રાજ્ય સરકાર તરફથી નિઃશુલ્ક આપવામાં આવે છે. ગત્ વાર્ષિક પરીક્ષામાં ઓછામાં ઓછા પ૦ ટકા સાથે ગૃણ મેળવેલા વિદ્યાર્થીઓ વર્ષ ર૦ર૩-ર૪ માં આ શાળામાં પ્રવેશ મેળવવા માટે જરૃરી આધારો સાથે ઓનલાઈન ફોર્મ ુુુ.ીજટ્ઠદ્બટ્ઠદ્ઘાટ્ઠઙ્મઅટ્ઠહ.ખ્તેદ્ઘટ્ઠટ્ઠિં.ર્ખ્તદૃ.ૈહ પર આગામી તા. ૩૦-પ-ર૦ર૩ સુધી ભરી શકશે.

આ અંગે વધુ વિગતો માટે જિલ્લા નાયબ નિયામક, વિકસતી જાતિ, જામનગરની કચેરી તેમજ આદર્શ નિવાસી શાળાના આચાર્યના મોબાઈલ નં. ૭૦૪૬૪ ૮૬૮ર૮ પર સંપર્ક કરવો. તેમ જિલ્લા નાયબ નિયામક, વિકસતી જાતિ, જામનગરની યાદીમાં જણાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh