Advertisement
Author: નોબત સમાચાર

સાંસદ જનસંપર્ક અભિયાન અંગે જિલ્લા ભાજપ કાર્યાલયમાં બેઠક યોજાઈ

જામનગર-દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાજપના પદાધિકારીઓ-કાર્યકરોની ઉપસ્થિતિઃ

જામનગર તા. ૧૫ઃ કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકારના નવ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા સાંસદ જનસંપર્ક અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હાલારના સાંસદ પૂનમબેન માડમ ૧પ મી મે થી ૧પ મી જૂન સુધી સમગ્ર લોકસભા મતવિસ્તારને આવરી લઈ જનસંપર્ક યાત્રા કરશે. આ અભિયાન અંગે જામનગર જિલ્લા ભાજપ કાર્યાલય અટલ ભવનમાં જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં સંસદસભ્ય પૂનમબેન માડમ, દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, તેમજ જિલ્લા ભાજપના હોદ્દેદારો, વિવિધ મોરચા-મંડલના હોદ્દેદારો, આગેવાનો હાજર રહ્યા હતાં. સંચાલન ડો. વિનોદ ભંડેરીએ અને આભારદર્શન યુવરાજસિંહ વાઢેરે કર્યું હતું. તેમ જિલ્લા ભાજપ મીડિયા સેલના કન્વિનર નરેન્દ્રસિંહ પરમારએ જણાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh