Advertisement
Author: નોબત સમાચાર

તમિલનાડુમાં લઠ્ઠાકાંડઃ ઝેરી દારૃ પીવાથી ૧૦ ના મૃત્યુઃ ૩૩ લોકોની હાલત ગંભીર

ઈથેનોલ-મિથેનોલ જેવા પદાર્થોથી ભરપૂર શરાબ પીધો હતોઃ

ચેન્નાઈ તા. ૧પઃ તમિલનાડુમાં લઠ્ઠાકાંડ સર્જાતા ઝેરી દારૃ પીવાથી ૧૦ નો જીવ ગયો હતો, જ્યારે ૩૩ લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.

તમિલનાડુના વિલ્લુપરમ્ અને ચેંગલપટ્ટ જિલ્લામાં કથિત રીતે ઝેરી દારૃ પીવાથી ત્રણ મહિલાઓ સહિત ૧૦ લોકોના મોત થયા છે. પોલીસ અધિકારીઓએ આ જાણકારી આપી હતી. વિલ્લુપુરમ્ જિલ્લાના મારક્કનમ્ નજીક એકકિયા રકુપ્પમના ૬ લોકો રવિવારે મૃત્યુ પામ્યા હતાં.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, ચેંગલપટ્ટ જિલ્લાના મદુરંથાગામમાં શુક્રવારે બે વ્યક્તિઓ અને રવિવારે એક દંપતીનું મોત ઝેરી દારૃના સેવનને કારણે થયું હતું. તેમણે કહ્યું કે, બે ડઝનથી વધુ લોકોની સારવાર ચાલી રહી છે. ઘટના પછી પોલીસ મહાનિરીક્ષક (ઉત્તર) એન કન્નને યોગ્ય કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હતું અને કહ્યું હતું કે તમામ ૧૦ પીડિતોએ ઈથેનોલ-મિથેનોલ જેવા ભેળસેળવાળા પદાર્થથી ભરપૂર દારૃ પીધો હતો.

તેમણે કહ્યું કે, તમિલનાડુના ઉત્તરમાં ઝેરી દારૃના કારણે મૃત્યુની બે અલગ-અલગ ઘટનાઓ નોંધાઈ છે અને હજુ સુધી પોલીસને બન્ને ઘટનાઓ વચ્ચે સંબંધ હોવાના કોઈ પુરાવા મળ્યા નથી, પરંતુ પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, ઝેરી દારૃ પીવાની બે ઘટનાઓની માહિતી મળી હતી જેમાં એક ચેંગલપટ્ટ જિલ્લામાં અને બીજી વિલ્લુપુરમ્ જિલ્લામાં બની હતી.

મરક્કનમ્ નજીક વિલ્લુપુરમ્ જિલ્લાના એક્કિયરકુપ્પમ્ ગામમાં વોમિટ, આંખોમાં બળતરા અને ચક્કર આવવાની ફરિયાદ સાથે ૬ લોકોને હોસ્પિટલ ખસેડાયા હતાં. આઈજી એન કન્નને કહ્યું કે, સૂચના મળતા જ પોલીસની એક ટીમ ગામમાં પહોંચી અને બીમાર લોકોને હોસ્પિટલમાં દાખલ કર્યા. જેમાં ચારના મોત થયા હતાં, જ્યારે બે આઈસીયુમાં છે. ૩૩ લોકોની સારવાર ચાલી રહી છે.

તેમણે કહ્યું કે સંબંધિત અધિકારીઓ સામે શિસ્તભંગની કાર્યવાહી પણ કરવામાં આવી છે. વિલુપુરમ્ મરક્કનમ્માં ર ઈન્સ્પેક્ટર અને ર સબઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એ જ રીતે ચેંગલપટ્ટ ઘટનાના સંબંધમાં એક ઈન્સ્પેક્ટર અને ર સબઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh