Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જીરૃ, ટ્રક, સ્કોર્પિયો મળી પોણા ત્રણ કરોડનો મુદ્દામાલ કબજેઃ
જામનગર તા.૧૫ ઃ કચ્છના અંજાર પોલીસ મથકમાં નોંધાયેલા રૃા.૬૦ લાખ ઉપરાંતના જીરૃના લૂંટના ગુન્હામાં એસઓજીએ જામનગર તાલુકાના મસીતીયા ગામમાંથી બે શખ્સને પકડી પાડી લૂંટમાં ગયેલું જીરૃ તેમજ રોકડ મળી રૃા.પોણા કરોડનો મુદ્દામાલ કબજે કર્યાે છે.
કચ્છના અંંજાર પોલીસ સ્ટેશનમાં ચાલુ વર્ષે જીરાના જથ્થાની લૂંટ થયાનો ગુન્હો નોંધાયો હતો. તે ગુન્હાના આરોપીઓ જામનગર તાલુકાના મસીતીયા ગામ પાસે આવ્યા હોવાની બાતમી જામનગર એસઓજીના શોભરાજસિંહ, રાજેશ મકવાણા, અનિરૃદ્ધસિંહને મળતા પીઆઈ બી.એન. ચૌધરીની સૂચના અને પીએસઆઈ જે.ડી. પરમારના વડપણ હેઠળ એસઓજીએ મસીતીયાની સીમમાં ગફાર આમદ ખફીના ખેતરમાં દરોડો પાડ્યો હતો.
ત્યાંથી એક ટ્રકમાં ભરેલા જીરૃના ૫૩૯ બાચકા મળી આવ્યા હતા. એસઓજીએ રૃા.૬૨,૭૬,૬૫૫ની કિંમતનું જીરૃ, ગુન્હામાં વપરાયેલી જીજે-૧૦-ડીજે ૨૬૦૦ નંબરની સ્કોર્પિયો સાથે ગફાર આમદ ખફી અને આબેદીન ઓસમાણ ખફી નામના બે શખ્સની અટકાયત કરી બંનેનો કબજો પંચકોશી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag