Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોદી લહેર હવે ખતમ થઈ ગઈ છેઃ સંજય રાઉત
નવી દિલ્હી તા. ૧પઃ કર્ણાટકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ પ્રમુખ અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા, કેન્દ્રિય મંત્રીઓ, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓના તાબડતોબ રોડ-શો, રેલીઓ અને ઝંઝાવાતી પ્રચાર છતાં વિપરીત પરિણામો આવ્યા, તેથી મોદી લહેર ખતમ થઈ રહી હોવાની ચર્ચા છે, તો કોનો કરિશ્મા ખતમ થયો? તેઓ સવાલ પણ પૂછાઈ રહ્યો છે.
કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ભવ્ય જીત મેળવ્યા પછી કોંગ્રેસ છાવણીમાં ઉજવણીનો માહોલ છે, તો બીજી તરફ ભાજપ માટે આત્મનિરીક્ષણનો સમય છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણીના આ પરિણામો મોદી સરકાર અને ભાજપ માટે ખતરાની ઘંટડી બની શકે છે કેમ કે આગામી વર્ષે એટલે કે ર૦ર૪ માં લોકસભા ચૂંટણી યોજાવાની છે.
કર્ણાટકની ચૂંટણી જીતવા માટે પીએમ મોદી, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા સહિત તમામ સ્ટાર પ્રચારકોના કાફલાએ સંપૂર્ણ તાકાત લગાવી દીધી છતાં તે સત્તા બચાવી ના શક્યા, તેથી કોનો કરિશ્મા ખતમ થઈ ગયો? તેવા સવાલો ઊઠવા લાગ્યા છે.
કર્ણાટક વિધાનસભા ચૂંટણી ર૦ર૩ માં પોતાની જીત નોંધાવવા અને સત્તામાં રહેવા માટે પાર્ટીએ તમામ પ્રયાસો કર્યા હતાં. વડાપ્રધાન મોદીએ ચૂંટણી પ્રચારમાં કોઈ કસર છોડી ન હતી, પરંતુ પરિણામ આવ્યા પછી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, પીએમ મોદીનો આ પ્રયાસ કર્ણાટકમાં રંગ લાવી શક્યો નથી. બીજેપી વતી ચૂંટણી પ્રચાર દરમિયાન સૌથી વધુ સક્રિય વડાપ્રધાન મોદી જોવા મળ્યા હતાં. તેમણે ર૯ એપ્રિલથી ૭ મે વચ્ચે ૭ દિવસ પ્રચાર કર્યો હતો. પીએમએ રાજ્યના ૩૧ માંથી ૧૯ જિલ્લામાં રેલીઓ અને રોડ-શો કર્યા હતાં. કર્ણાટક ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ મોદીએ ૧૮ રેલી અને ૬ રોડ-શો કર્યા હતાં. તેમણે રોડ-શો દ્વારા ર૮ વિધાનસભા બેઠકો કવર કરી હતી.
તેઓએ મૈસુરના શ્રીકાંતેશ્વર મંદિરની મુલાકાત લીધા પછી તેમના ચૂંટણી પ્રચારનું સમાપન કર્યું હતું. બીજી તરફ ગૃહમંત્રી અમિત શાહે પણ ર૧ મી એપ્રિલથી ૭ મી મે વચ્ચે ૯ દિવસ કર્ણાટકમાં પ્રચાર કર્યો હતો. શાહે રાજ્યના ૩૧ માંથી ૧૯ જિલ્લામાં રેલીઓ અને રોડ-શો કર્યા હતાં, જેમાં ૧૬ રેલી અને ર૦ રોડ-શોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રિય રક્ષા મંત્રી રાજનાથસિંહ, કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાની સહિત ભાજપના ૪૦ મોટા નેતાઓ ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ છે.
શિવસેના (ઉદ્ધવ) ના નેતા સંજય રાઉતે તો જાહેરમાં કહી જ દીધું છે કે દેશમાંથી હવે મોદી લહેર ખતમ થઈ ગઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag