Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૮૧ ગામોમાં ૧રર લાભાર્થીઓએ પોતાના આવાસમાં પ્રવેશ કર્યો

વડાપ્રધાન દ્વારા કરેલા ઈ-લોકાર્પણ પૈકી

ખંભાળીયા તા. ૧પઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર રાજ્યમાં ૧૯૪૬ કરોડના ખર્ચથી નિર્મિત ૪ર,૪૪૧ આવાસોનું લોકાર્પણ કરી લાભાર્થીઓનો ગૃહ પ્રવેશ કરાવ્યો હતો અને રૃા. ર૪પર કરોડના વિવિધ પ્રકલ્પનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તે પૈકી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૮૧ ગામોમાં ૧રર લાભાર્થીઓએ પોતાના આવાસમાં પ્રવેશ કર્યો હતો.

ખંભાળીયા તાલુકાના હર્ષદપુરમાં ઈન્ચાર્જ કલેકટર એસ.ડી. ધાનાણીની ઉપસ્થિતિમાં ગૃહ પ્રવેશ કરનાર લાભાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી.

ઉપરાંત જિલ્લાની તમામ નગરકપાલિકાઓમાં પણ અમૃત આવાસોત્સ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ખંભાળીયામાં યોગ કેન્દ્રમાં નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન પરમારની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ખંભાળીયાના લાભાર્થીઓને ગૃહ પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાની ૬ નગરપાલિકાના ૬પ લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગૃહપ્રવેશ કરાવવામાં આવ્યો હતો. લાભાર્થીઓએ મહાત્મા મંદિર, ગાંધીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમનું લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh