Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધ્રોલના જ શખ્સ સામે યુવાનની માતાએ કરી ફરિયાદઃ
જામનગર તા.૧પ ઃ ધ્રોલના એક મહિલાના ઘેર ધોકા સાથે ધસી આવેલા એક શખ્સે તે મહિલાના પુત્રના હાથ-પગ ભાંગી નાખવાની અને વાહન અકસ્માતમાં તેને મારી નાખવાની ધમકી આપતા પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
ધ્રોલ શહેરના ચામુંડા પ્લોટ વિસ્તારમાં રહેતા નયનાબેન સલીમભાઈ મકવાણા નામના ડફેર મહિલા શુક્રવારે રાત્રે આઠેક વાગ્યે પોતાના ઘરે હતા ત્યારે ત્યાં ધ્રોલનો શબ્બીર સલીમ કેર ઉર્ફે સબલો નામનો શખ્સ સફેદ રંગની મોટર લઈને આવ્યો હતો.
આ શખ્સે મોટરમાંથી ધોકો કાઢી નયનાબેનને પૂછ્યું હતું કે તારો દીકરો સિકંદર ક્યાં છે ? નયનાબેનને પોતાનો પુત્ર ઘરમાં હાજર ન હોવાનું કહેતા શબ્બીરે તારા દીકરા સિકંદરના હાથ પગ ભાંગી નાખવા છે તેમ કહી જેમ તેમ ગાળો ભાંડી નયનાબેનને ધમકી આપી હતી કે તારો પુત્ર રોડ પર નીકળશે ત્યારે તેના પર મોટર ચઢાવી તેને જાનથી મારી નાખવો છે. આ ધમકીથી ડરી ગયેલા નયનાબેન મકવાણાએ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં શબ્બીર સલીમ કેર સામે ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag