Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૫ઃ જામનગર ચેમબર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા જામનગરમાં નવનિયુક્ત જિલ્લા કલેક્ટર વી.એ. શાહનો અભિવાદન સમારોહ યોજાયો હતો. ચેમબર પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. તેમણે જામનગરના વેપાર-ઉદ્યોગોની વિગતો જણાવી હતી. જામનગર શહેર ફરતે રીંગ રોડ બનાવવા, સરકાર હસ્તકની જમીનો વિકાસ માટે વીજ સ્ટેશનો સ્થાપવા માટે આપવા, ડીપી/ટીપી રોડ વગેરે મુદ્દાઓની રજૂઆત કરી હતી.
ચેમ્બરના માનદ્ ઓફિસર તુષારભાઈ રામાણીએ ચેમ્બરની પ્રવૃત્તિઓનો અહેવાલ રજૂ કર્યો હતો. સહમંત્રી કૃણાલભાઈ શેઠે જિલ્લા કલેક્ટરનો પરિચય આપ્યો હતો.
આ તકે નવનિયુક્ત જિલ્લા કલેક્ટર બી.એ. શાહનું ચેમ્બર પ્રમુખ બિપેન્દ્રસિંહ સી. જાડેજા, માનદ્ મંત્રી અક્ષતભાઈ વ્યાસ, માનદ્ સહમંત્રી કૃણાલભાઈ વી. શેઠ, માનદ્ ઓડીટર તુષારભાઈ વી. રામાણી, તત્કાલિન પૂર્વ પ્રમુખ તુલસીભાઈ વી. ગજેરા, પૂર્વ પ્રમુખો લાખાભાઈ એમ. કેશવાલા, જીતેન્દ્ર એચ. લાલ, બિપીનચંદ્ર ટી. વાધર, નિરૃભાઈ બારદાનવાલા તથા ચેમ્બર સંલગ્ન એસો.ના હોદ્દેદારો પૈકી જામનગર ફેક્ટરી ઓનર્સ એસો.ના માનદ્ મંત્રી મનસુખભાઈ સાવલા, જી.આઈ.ડી.સી. પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસો.ના પ્રમુખ દિનેશભાઈ ડાંગરિયા, ધી સીડ્ઝ એન્ડ ગ્રેઈન મર્ચન્ટ એસો.ના માનદ્મંત્રી લક્ષ્મીદાસભાઈ રાયઠઠ્ઠા, ઉપપ્રમુખ પરેશભાઈ મહેતા, સહકારી ઉદ્યોગનગર સંઘ લિ.ના ચેરમેન ધીરજલાલ આર. કારિયા, જામનગર ઈલેક્ટ્રીક કોન્ટ્રાક્ટર એન્ડ ડીલર્સ એસો.ના પ્રમુખ નિલેશભાઈ કગથરા, ધી. કોમર્શિયલ ટેક્સ પ્રેક્ટીશ્નર એસો.ના પ્રમુખ નિરવભાઈ વડોદરિયા, ટેક્સ કન્સલટન્ટ એસો.ના પ્રમુખ કૌપીલભાઈ દોશી, ધી ગુજરાત બાર્જ ઓનર્સ એન્ડ ઓપરેટર્સ એસો.ના ક્રિષ્નરાજભાઈ લાલ, જામનગર શીપીંગ એજન્ટ એસો. વતી મિતેશભાઈ લાલ, જામનગર ગુડ્ઝ ટ્રાન્સપોર્ટર એન્ડ કમિશન એજન્ટ એસો.ના મહાદેવસિંહ રાણા, શેર હોલ્ડર્સ એસો.ના પ્રમુખ મુગટલાલ સી. શાહ, જામનગર હાર્ડવેર મેન્યુ એસો.ના મનસુખભાઈ સાવલા, જામનગર બારદાનવાલા એસો.ના ઉપપ્રમુખ નવીનભાઈ દામા, જામનગર મોટર મર્ચન્ટ એસો.ના મંત્રી મુસ્તુફાભાઈ કપાસી, પટેલ કોલોની ઈન્ડસ્ટ્રીયલ એસો.ના જીતેન્દ્રસિંહ ઝાલા, જામનગર ટેક્સ બાર એસો.ના પ્રેમભાઈ ઠક્કર તથા ઈલેક્ટ્રોપ્લેટર્સ એસો.ના મંત્રી સુનિલભાઈ મામતોરાએ પુષ્પગુચ્છથી સન્માન કર્યું હતું.
જિલ્લા કલેક્ટર બી.એ. શાહે તેમના પ્રતિભાવમાં જણાવેલ કે, જે તે શહેરનો વિકાસ તેની લીગસીને ધ્યાને લઈને થતો હોય છે. જ્યારે જામનગરને લીગસી વારસમાં મળેલ છે. સરકારની નીતિ તથા અભિગમ ઔદ્યોગિક વિકાસનો રહેલ છે અને તેની અડચણો દૂર કરી વિકાસને વેગ આપવાનો છે. વધુમાં શહેરના ડી.પી. નથા ટી.પી. રોડની કામગીરીની પ્રક્રિયા ખૂબ જ જટિલ હોય છે. તેના માટે જમીન સંપાદન કરવી પડે જેમાં અમુક જગ્યા જામનગર મહાનગરપાલિકા તથા અમુક જગ્યા જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળની હદમાં આવેલ હોય છે. આ માટે જામનગર મહાનગરપાલિકા તથા જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ સાથે સંકલન કરી કામ કરવું પડે. સામાજિક તથા સમાજના ઉત્થાન માટે સરકારી જમીનોનો સદ્ઉપયોગ થાય તે માટે ટ્રસ્ટોને તેમની જરૃરિયાત તથા ગુણદોષ જોઈને જમીન ફાળવવી જોઈએ અને તે જ સાચા શબ્દોમાં વિકાસ કહેવાય તેમ જણાવેલ હતું. આ તકે જિલ્લા કલેક્ટરે તેમના તરફથી જામનગર શહેર જિલ્લાના સર્વાંગી વિકાસ માટે તેમના પૂરતા પ્રયત્નો કરવા ખાત્રી આપેલ હતી. ચેમ્બર પ્રમુખ બિપેન્દ્રસિંહ સી. જાડેજાએ નવનિયુક્ત જિલ્લા કલેક્ટર બી.એ. શાહને સ્મૃતિરૃપે મોમેન્ટો અર્પણ કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચેમ્બરના માનદ્મંત્રી અક્ષતભાઈ વ્યાસે તથા આભારદર્શન ચેમ્બરના તત્કાલિન પ્રમુખ તુલસીભાઈ ગજેરાએ કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag