Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કુલ ૧૧૦૫ બોટલ કબજેઃ સાડા સાત લાખનો મુદ્દામાલ મળ્યોઃ ચાર ઝડપાયા, પાંચ ફરારઃ
જામનગર તા.૧૫ ઃ જામનગરના મોડા ગામની સીમમાં એક ખેતર સ્થિત ઓરડીમાંથી અંગ્રેજી શરાબની ૮૩ બોટલ મળી આવી છે. આરોપી ફરાર થઈ ગયો છે. જાંબુડા પાટિયા પાસે બોલેરો પીકઅપ વાનમાંથી અંગ્રેજી શરાબની ૮૧૬ બોટલ કબજે કરાઈ છે. એલસીબીએ એકની અટકાયત કરી છે અને ત્રણના નામ ઓકાવ્યા છે. સાધના કોલોનીમાં એક બ્લોકની અગાસીમાંથી અંગ્રેજી શરાબની ૨૦૪ બોટલ ઝડપાઈ છે. આરોપીએ સપ્લાયરનું નામ આપ્યું છે. તે ઉપરાંત બે બોટલ સાથે બે શખ્સ પોલીસની ગિરફતમાં આવ્યા છે.
જામનગર તાલુકાના મોડા ગામની ધાર પાસે એક ખેતર સ્થિત ઓરડીમાં અંગ્રેજી શરાબનો જથ્થો પડ્યો હોવાની બાતમી પંચકોશી-એ ડિવિઝનના પીએસઆઈ જે.પી. સોઢાને મળતા ગઈકાલે પોલીસે મોડાના જયરાજસિંહ અનોપસિંહ જાડેજા નામના શખ્સના ખેતરની ઓરડીમાં દરોડો પાડ્યો હતો. ત્યાંથી અંગ્રેજી શરાબની ૮૩ બોટલ મળી આવી હતી. પોલીસના દરોડા પહેલા આરોપી જયરાજસિંહ નાસી ગયો હતો.
જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર આવેલા જાંબુડા ગામ પાસે એક મોટરમાં અંગ્રેજી શરાબની હેરાફેરી થવાની બાતમી એલસીબીના યશપાલસિંહ, દોલતસિંહ, ભગીરથસિંહને મળતા રવિવારે સવારે પાંચેક વાગ્યે એલસીબી સ્ટાફે પીઆઈ જે.વી. ચૌધરીની સૂચના અને પીએસઆઈ આર.કે. કરમટા, એસ.પી. ગોહિલ, પી.એન. મોરીના વડપણ હેઠળ વોચ ગોઠવી હતી. જેમાં જીજે-૧૦-વાય ૫૩૭૪ નંબરની બોલેરો મોટરને રોકવામાં આવી હતી. તેની તલાશી લેવાતા તે માલવાહક વાહનમાંથી અંગ્રેજી શરાબની ૮૧૬ બોટલ મળી આવી હતી. તે જથ્થા સાથે જામનગરના સુનિલ કરશન ભાટીયા નામના શખ્સની અટકાયત કરાઈ હતી. આ શખ્સે તે જથ્થો અશોક મંગે ઉર્ફે મીર્ચી તથા મયુર કરશનભાઈ ભાટીયા, લાખા દલુભાઈ ગઢવીએ મંગાવ્યો હોવાની અને જોડિયાના ક્રિપાલસિંહ જાડેજાએ જથ્થો સપ્લાય કર્યાની કબૂલાત આપી છે. એલસીબીએ રૃા.૩,૨૬,૪૦૦નો શરાબનો જથ્થો, એક મોબાઈલ, બોલેરો મળી કુલ રૃા.૬,૩૧,૪૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે.
જામનગરના સાધના કોલોની વિસ્તારમાં એક બ્લોકમાં અંગ્રેજી શરાબનો જથ્થો સંતાડીને રાખવામાં આવ્યો હોવાની બાતમી પરથી શનિવારે રાત્રે પોલીસે એમ/૧૧ નંબરના બ્લોકની અગાસીની તલાશી લેતાં ત્યાંથી અંગ્રેજી શરાબની ૨૦૪ બોટલ સાથે પુનીત બિપીનભાઈ ખાણીધર ઉર્ફે પુનીયો બાડો નામનો શખ્સ મળી આવ્યો હતો. આ શખ્સે તે જથ્થો મૂળ મોડા ગામના અને હાલમાં ન્યુ આરામ કોલોનીમાં રહેતા ગિરીરાજસિંહ બલભદ્રસિંહ જાડેજા પાસેથી બોટલ લીધાની કબૂલાત કરી છે.
જામનગરના પવનચક્કી સર્કલથી જેલ રોડ તરફ જવાના માર્ગ પરથી શનિવારે બપોરે પસાર થતા શંકર ટેકરીની સિદ્ધાર્થ કોલોનીમાં રહેતા દિવ્યેશ મનસુખભાઈ ચૌહાણ નામના શખ્સને શકના આધારે રોકી પોલીસે તેની તલાસી લેતા દિવ્યેશના કબજામાંથી અંગ્રેજી શરાબની એક બોટલ મળી આવી હતી.
કાલાવડ નજીકના રણુજા ચોકડી પાસેથી ગઈકાલે સાંજે હેમંત ભીમજીભાઈ ચૌહાણ નામનો શખ્સ શરાબની બોટલ સાથે પકડાઈ ગયો છે. પોલીસે તેનો મોબાઈલ કબજે કર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag