Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'નોબત'ના અહેવાલોનો પડઘોઃ અધિકારીઓ દોડતા આવ્યા દ્વાકકાઃ
દ્વારકા તા. ૧પઃ દ્વારકાધીશ મંદિરના જિર્ણોદ્ધાર માટે પુરાતત્ત્વ વિભાગની ટીમ દોડી આવી હતી અને મુંબઈ-બરોડાના અધિકારીઓએ નિરીક્ષણ કર્યું હતું. આ અંગે 'નોબત'માં પ્રસિદ્ધ થયેલા અહેવાલોનો પડઘો પડ્યો હતો.
ભારતના પ્રમુખ તીર્થક્ષેત્ર દ્વારકાધીશ મંદિરના શિખરના વિવિધ ભાગોમાં તિરાડો પડી રહી છે અને સાત મજલાના જગતમંદિરના શિખરને હવામાનની સીધી અસર તથા હજારો વર્ષ જુના પથ્થરોમાં મોટા ગાબડા પડ્યાના 'નોબત'ના અહેવાલો પછી ભારતીય પુરાતત્ત્વ વિભાગના મુંબઈ રીજનલ કચેરી તથા બરોડા અને રાજકોટ સ્થિત કચેરીના ઉચ્ચ અધિકારીઓ દ્વારકા દોડી આવ્યા હતાં અને સ્થાનિય પુરાતત્ત્વ કચેરી સાથે મંદિરના જિર્ણોદ્ધારની ચર્ચા કરી મંદિર શિખરનું જાત નિરીક્ષણ કર્યાનું સૂત્રોએ જણાવ્યું છે.
ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિમાં વર્તમાન મંદિરના શિખરના જિર્ણોદ્ધારની માંગ ઊઠવા પામી છે અને મંદિરના પથ્થરોને મોટું નુકસાન થયું છે તે પ્રકારની રજૂઆત દ્વારકાધીશ મંદિરના પૂજારી મંડળના પ્રમુખ મુરલીભાઈએ પણ દ્વારકાની રાષ્ટ્રપતિજીની મુલાકાત વખતે પણ ભોગ ભંડાર સહિતના જિર્ણોદ્વારની માંગ કરી હતી. ઉપરાંત દ્વારકાધીશ દેવસ્થાન સમિતિએ પણ પુરાતત્ત્વ વિભાગને અવારનવાર મંદિર શિખરનેલઈને વિસ્તૃત રજૂઆતો કરી છે. અનેક રજૂઆતો પછી હવે પુરાતત્ત્વ વિભાગ એક્શન મોડમાં આવ્યું હોય તેવું જણાઈ રહ્યું છે.
ગત્ સપ્તાહે ભારતીય પુરાત્ત્વ વિભાગની મુંબઈ સ્થિત રિજનલ કચેરી તથા વડોદરા અને રાજકોટ સ્થિત આર્કોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાની સર્કલ કચેરીના સુપ્રિન્ટેન્ડન્ટ અને ઉચ્ચ અધિકારીઓની ટીમે દ્વારકાધીશ મંદિરની મુલાકાત લઈ મંદિર શિખરના જિર્ણોદ્ધારની દિશા તરફ કામગીરી કરવાની શરૃઆત કરી હોવાનું અંગત વર્તુળોમાંથી જાણવા મળેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag