Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દિલ્હીમાં એલર્ટ જાહેરઃ પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદ, પ. બંગાળમાં એલર્ટ
નવી દિલ્હી તા.૧૫ઃ મોચા વાવાઝોડાએ વિનાશ વેર્યો છે. મ્યાનમારમાં વાવાઝોડાએ તબાહી મચાવી છે. ૬ લોકોના મૃત્યુ થયા છે. જ્યારે બાંગલાદેશ સહિત આજુ બાજુના દેશોમાં લાખોનું સ્થળાંતર કરાયું છે.
ચક્રવાત મોચાએ મ્યાનમારમાં ઘણો વિનાશ કર્યો છે. અત્યાર સુધીમાં ૬ લોકોના મૃત્યુ થયાં છે. જોરદાર પવનના કારણે અનેક મકાનોની છત ઉડી ગઈ હતી. કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. વાવાઝોડાના કારણે હજારો બેઘર લોકોએ પોતાના ઘર છોડીને સલામત સ્થળે જવું પડ્યું હતું.
મ્યાનમાર સૈન્ય પાસેથી મળેલી માહિતી અનુસાર, ચક્રવાતે સિત્તવે ક્યોકપ્યુ ગ્વા ટાઉનશીપમાં મકાનો અને પાવર ટ્રાન્સફોર્મરને નુકસાન પહોંચાડ્યું હતું. આ વાવાઝોડામાં સેંકડો વૃક્ષો ધરાશાયી થયા છે. વીજળીના થાંભલા, ટેલિફોન ટાવર, પણ ઉડી ગયા હતા. સિત્તવે પોર્ટમાં ખાલી બોટ પલટી ગઈ હતી. અને લેમ્પપોસ્ટ ઉખડી ગયા છે. સિત્તવે અને મંગડો જિલ્લામાં નદીઓ ૧૬ થી ૨૦ ફૂટ ઉપર વહી રહી છે. વાવાઝોડાના કારણે લાખો લોકોએ સ્થળાંતર કરવું પડ્યું છે.
દિલ્હીમાં મોકા તોફાનને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે કહ્યું કે, આગામી દિવસોમાં દિલ્હી અને આસપાસના રાજ્યોના લોકોને ગરમીથી થોડી રાહત મળી શકે છે. દિલ્હી-એનસીઆરમાં ૧૬ થી ૧૭ મે વચ્ચે વાદળછાંયુ વાતાવરણ રહેશે. આ દરમિયાન હળવો વરસાદ પડી શકે છે. પૂર્વોત્તર રાજ્યો મેઘાલય, મિઝોરમ, મણિપુર અને ત્રિપુરામાં મોચાના પ્રભાવ હેઠળ તેજ પવન સાથે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે ઉત્તર અને મધ્ય ભારતમાં સોમવારથી ૧૭ મે સુધી આગામી ત્રણ દિવસ સુધી તીવ્ર ગરમીની ચેતવણી આપી છે. આ દરમિયાન કેટલીક જગ્યાએ તાપમાન ૪૬ ડીગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જશે.
રવિવારે જયપુરના ડુડુના નંદપુરા ધાનીમાં મીની વાવાઝોડું ત્રાટક્યું હતું. જેના કારણે એક મકાનની દીવાલ પડી ગઈ હતી. તેની નીચે દટાઈ જતા ૮ વર્ષની બાળકીનું મોત થયું હતું. પિતા, માતા અને દાદી ઘાયલ થયા હતાં. સીકરમાં તોફાન ૬૦ કિ.મી.ની ઝડપે આગળ વધ્યું હતું. અનેક જગ્યાએ વીજળીના થાંભલા અને વૃક્ષો ધરાશાયી થયા હતાં. અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.
મોચા વાવાઝોડાને લઈને પશ્ચિમ બંગાળમાં એલર્ટ છે. અહીં પૂર્વા મેદિનીપુર અને દક્ષિણ ર૪ પરગણા જિલ્લામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ હાઈ એલર્ટ પર છે.
બાંગ્લાદેશના સેન્ટ માર્ટીન ટાપુને અસ્થાયી રૃપે ડૂબી જવાનો ભય છે. કોકસ બજાર પોર્ટ પર ગ્રેડ ડેન્જર સિગ્નલ-ક્ષ૦, ચટ્ટોગ્રામ અને પાયરા પોર્ટ પર ગ્રેટ ડેન્જર સીગ્નલ-૮ ફરકાવવામાં આવ્યા હતાં. ચક્રવાત મોકાને કારણે બાંગ્લાદેશમાં ભારે વરસાદ અને પવન ફૂંકાયો હતો. ચક્રવાતે વિશ્વના સૌથી મોટા શરણાર્થી શિબિર કોકસબજારમાં ૧,૩૦૦ થી વધુ તંબુઓનો નાશ કર્યો, જો કે ચક્રવાતના આગમન પહેલા, અધિકારીઓએ લગભગ ૩ લાખ રોહિંગ્યા શરણાર્થીઓને કોકસ બજારના સુરક્ષિત વિસ્તારમાં ખસેડ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag