Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છત્રપતિ સંભાજી મહારાજની નીકળી હતી શોભાયાત્રાઃ પ૦ ની અટકાયત
મુંબઈ તા. ૧પઃ મહારાષ્ટ્રના અકોલાથી હિંસાની આગ અહમદનગર પહોંચી હતી, અને બે જુથ વચ્ચે અથ્થરમારો થતાં ૮ પોલીસમેન ઘાયલ થયા હતાં.
મહારાષ્ટ્રના અકોલા પછી હવે અહમદનગરથી પણ હિંસાના સમાચાર આવી રહ્યા છે. અહમદનગર જિલ્લાના શેવગાંવમાં ગઈકાલે રાત્રે ધાર્મિક યાત્રા દરમિયાન બે જુથો વચ્ચે અથડામણ થઈ, જેના પછી હિંસા અને પથ્થરમારો થયો હતો. હિંસા દરમિયાન આઠ પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતાં.
આ ધાર્મિક યાત્રા માટે અગાઉથી જ વધારાની પોલીસ, એસઆરપીએફ ફોર્સ તૈનાત કરવામાં આવી હતી. પોલીસે હિંસા અને પથ્થરમારાના સંબંધમાં પ૦ લોકોને કસ્ટડીમાં લીધા છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. આ ઘટના ઔરંગાબાદ અને અહમદનગર શહેરોથી લગભગ ૮૦ કિ.મી.ના અંતરે બની હતી. ઘટના સ્થળે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મુંબઈથી મળતા તાજા અહેવાલો મુજબ છત્રપતિ સંભાજી મહારાજ મહારાજની જન્મ જયંતી પર ગઈકાલે સાંજે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ દરમિયાન એક જુથે સરઘસ પર પથ્થરમારો શરૃ કર્યો હતો. આ પછી અન્ય જુથ દ્વારા ધાર્મિક સ્થળ પર પથ્થરમારો કરવામાં આવ્યો અને હિંસા ફાટી નીકળી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag