Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા.૧પઃ જામનગર-કાલાવડ રોડ પર આવેલ સપડાના સિદ્ધિ વિનાયક મંદિર (ગણેશ મંદિર) માં તા. ૧૯-૯-ર૩ ના ગણેશ ચતુર્થી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
તા.૧૯-૯ ના સવારે ૬ વાગ્યે મંગલા આરતી, સવારે ૭-૩૦ વાગ્યે ધ્વજ દંડ વિધિ તથા સવારે ૮-૩૦ વાગ્યે મોદક મહાયજ્ઞનો આરંભ થશે. બપોરે ૧ર-૩૦ વાગ્યે મહાપ્રસાદ (ભંડારો) થશે. ૧૧૧૧૧ મોદક મહાયજ્ઞ તથા ભંડારાના યજમાન (દાતા) તરીકે જિ.પં. સદસ્ય કે.ડી. કરમુર તથા કાટકોલા ગામના સરપંચ શ્રીમતી શિલ્પાબેન કરમુરે લાભ લીધો છે.
રાત્રે ૯-૩૦ વાગ્યે શ્રુતિબેન દુધરેજીયા, વિજયભાઈ ગઢવી, નિતિનભાઈ ઉસ્તાદ તથા સાંજીદાઓનો લોકડાયરાનો કાર્યક્રમ યોજાયો છે.
આ મહોત્સવ પ્રસંગે ભાવિકોને દર્શન-પ્રસાદનો લાભ લેવા મહંત મિલનગીરી મહારાજ તથા વિઘ્નહર્તા સિદ્ધિ વિનાયક ચેરીટેબલ ટ્રસ્ટે અનુરોધ કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial