Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર મહાનગરપાલિકા દ્વારા
જામનગર તા. ૧પઃ જામનગર મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરાની બાકી વસુલાત અન્વયે આઠ મિલકતો સીલ કરવામાં આવી છે. જામનગર મહાનગર-પાલિકામાં મ્યુનિ. કમિશનર ડી.એન. મોદીની સૂચનાથી આસી. કમિશનર (ટેકસ) જીગ્નેશ નિર્મળના માર્ગદર્શન હેઠળ મિલકત વેરાની બાકી વસુલાત અંગે કડક કામગીરી શરૃ કરવામાં આવી છે. અને વેરો ભરપાઈ નહીં કરનારા આસામીઓની મિલકત જપ્તીમાં લેવામાં આવી રહી છે. તાજેતરમાં આવી આઠ મિલકતો સીલ કરવામાં આવી હતી. જેમાં મુકેશ બાબુભાઈ બારયા (રૃા. ૪રર૮૩), યુવરાજસિંહ એમ. સરવૈયા (પર૮૦૯), હિરેન પી. સોની (૪૪૩રર) મિનાબેન દિલીપભાઈ દતાણી (ર૦પ૯૯), ભામાસા શ્રેણીકકુમાર ઉદાણી (૩૭૬૬ર), માલિક ડાડુભાઈ વારોતરીયાના ત્રણ ભાડુતનો દરેકનો રૃા. ૪૭૭૭૯ની બાકી વસુલાત અન્વયે આઠેય મિલકતો સીલ કરવામાં આવી છે. આ દરમ્યાન પાંચ મિલકત ધારકોએ પૈસાભરપાઈ કરી આપતા તેની મિલકતના સીલ ખોલી નાખવામાં આવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial