Advertisement
Author: નોબત સમાચાર

શહેરી ફેરિયાઓ માટે મેગાલોન કેમ્પ સ્થળની મ્યુનિ. કમિશનરે લીધી મુલાકાત

જામનગરમાં પી.એમ.સ્વનિધિ યોજના હેઠળ

જામનગર તા. ૧પઃ જામનગર મહાનગર પાલિકાના યુસીડી વિભાગ દ્વારા પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત શહેરી વિસ્તારમાં વસવાટ કરતા શહેરી ફેરિયાઓ માટે તા. ૧૩-૯-ર૩ થી ૧પ-૯-ર૩ દરમ્યાન મેગા લોન ડીસ્બર્સમેન્ટ કેમ્પ યોજાયો છે. આ કેમ્પમાં લાભાર્થીઓ અને કામગીરી સાથે સંકળાયેલ તમામ અધિકારીઓ અને કર્મચારીઓને યોજનાના બહોળા લાભ અર્થે જામનગર મહાનગર પાલિકાના કમિશનર દ્વારા બેંકમાં સ્થળ નિરીક્ષણ કરી પ્રોત્સાહિત કર્યા હતાં. કમિશનર દ્વારા વિવિધ બેંકોની મુલાકાત લઈ પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ પણ કરવામાં આવ્યો હતો.

જામનગર મહાનગર પાલિકાના યુસીડી વિભાગ દ્વારા તા. ૧૩ થી શહેરની જુદી જુદી બેંકોમાં પીએમ સ્વનિધિ અંતર્ગત મેગા લોન ડિસ્બર્સમેન્ટ કેમ્પ ચાલી રહ્યા હોય, જેનું જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર ડી.એન. મોદી દ્વારા માંડવી ટાવર પાસે આવેલ સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા તથા બેડી બંદર રોડ પર આવેલા સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકની મુલાકાત લઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન અહીં ઉપસ્થિત શહેરી ફેરિયાઓ સાથે તેઓને મળેલ રૃા. ૧૦ હજારની લોન વિષયક વિસ્તૃત માહિતી આપી હતી, તેમજ રૃા. ૧૦ હજારની લોનનું ચુકવણું સમયસર કરવા લાભાર્થીઓને જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે, જો આ લોનનું ચુકવણું સમયસર થશે તો આગામી દિવસોમાં ર૦,૦૦૦ અને રૃા.પ૦,૦૦૦ ની લોન લેવા માટે તમે સક્ષમ બની શકો છો. આગામી સમયમાં લોન મેળવી આપ પોતાના નાનકડા વ્યવસાયને આગળ ધપાવી લારી-ગલ્લા ચલાવતા લોકો સરકારની યોજનાનો લાભ મેળવી પોતાની દુકાન પણ કરી શકે છે. કમિશનરએ લાભાર્થીઓને મળી તેઓ મેગા લોન ડિસ્બર્સમેન્ટનો લાભ મળ્યો છે, તો વડાપ્રધાન દ્વારા કયુઆર કોડ દ્વારા પેમેન્ટનું ચુકવણું કરવા માટે વધુ પડતા ફાયદા થાય છે, તેમજ લોનલાઈન ટ્રાન્જેકશનના ફાયદા જણાવી સમયસર લોનનું ચુકવણું કરી પીએમ સ્વનિધિના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.

આ મેગા લોન ડિસ્બર્સમેન્ટ કેમ્પ દરમિયાન બે દિવસની અંદર ૪૦૦ થી વધુ લાભાર્થીઓને રૃપિયા ૧૦,૦૦૦ ની પ્રથમ લોન જામનગરની વિવિધ બેંકો દ્વારા આપવામાં આવી હતી. આ કેમ્પ આજે ૧પ ના પૂર્ણ થવાનો છે, પરંતુ કેમ્પ બાદ પણ લોન ડિસ્બર્સમેન્ટ અને એપ્લીકેશન ચાલુ જ રહેવાની હોય, તેથી જામનગર શહેરમાં વસ્તા તમામ શહેરી ફેરીયાઓને આ યોજનાનો વહેલી તકે લાભ લેવા કમિશનર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો.

આ મુલાકાત દરમિયાન સેન્ટ્રલ બેંકના રિજીયોનલ હેડ નરેશ ઠાકુર, ચીફ મેનેજર સુનિલકુમાર, આસિસ્ટન્ટ મેનેજર રશ્મિ રાઠોડ, સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના મેનેજર એસ.એચ. તિવારી, રીજીયોનલ મેનેજર આર.જે. વિરમગામા, આસિસ્ટન્ટ મેનેજર મિહિર પારેખ, યુસીડી વિભાગના પ્રોજેકટ ઓફિસર અશોકભાઈ જોશી, પી.એમ. સ્વનિધિ મેનેજર વિપુલભાઈ વ્યાસ, પૂનમબેન ભગત, તથા આરતીબેન ગોહિલ, પુષ્પાબેન સહિતના નોડલ ઓફિસર અને સમાજ સંગઠનો સહિતના મહાનગર પાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh