Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકામાં ચાલી રહેલી શિવકથામાં શંકરાચાર્ય સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ

ભાટિયા તા. ૧પઃ દ્વારકામાં જીવણનાથ બાપુ, મહંત સોરઠિયા આહિર સમાજ, દ્વારકા તથા મંગલમ્ અન્નક્ષેત્ર અને ગૌશાળાના (કોરાડા) ના યજમાનપદે ધવલભાઈ અત્રીના વ્યાસાસને ચાલી રહેલી શિવકથામાં લોકડાયરો, કાનગોપીના કાર્યક્રમ યોજાયા હતાં. ભીખુદાન ગઢવી પરસોતમપરી બાપુએ લોકડાયરો રજૂ કર્યો. હતો. આ કથા દરમિયાન જગદ્ગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજ, રાજ્યના મંત્રી મૂળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ મંત્રી ડો. રણમલભાઈ વારોતરિયા, ભીખુભાઈ વારોતરિયા, મૂળુભાઈ કંડોરિયા, રણમલભાઈ માડમ, મેરામણભાઈ ગોરિયા (પૂર્વ ધારાસભ્ય), ધનસુખનાથ, ઝીણારામ બાપુ, અનંતનાથ બાપુ, રમણનાથ બાપુ, ડી.ડી. ગોરિયા, કે.ડી. કરમુર, ખીમભાઈ ગોજિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. સંચાલન જગદીશદાન ગઢવીએ કર્યું હતું. ભોજન પ્રસાદના દાતા તરીકે ગાંગડીના દાનાભાઈ ગોજિયા તથા નારણભાઈ ગોજિયાએ સહયોગ આપ્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh