Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એસઓજીએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી પાડ્યો દરોડોઃ
જામનગર તા. ૧૫ઃ જામનગરના કાલાવડ નાકા વિસ્તારમાં આવેલી એક ડેરીના મકાનમાં પૂર્વ બાતમીના આધારે એસઓજીએ ગઈકાલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કર્મચારીઓને સાથે રાખી દરોડો પાડતા ત્યાંથી નકલી ઘી બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. સોયાબીન તેલમાં વેજીટેબલ ઘી મીક્સ કરી બે શખ્સ અસલ દેશી ઘી જેવો કલર બતાવી તે નકલી ઘીને બજારમાં વેચાણ માટે મૂકતા હતા. સ્થળ પરથી તેલ, નકલી ઘી, વેજીટેબલ ઘી સહિતનો મુદ્દામાલ કબજે કરી લેવાયો છે.
જામનગરના કાલાવડ નાકા વિસ્તારમાં આવેલી કુલ ક્રીમ આઈસ્ક્રીમ નામનું જે મકાન પર બોર્ડ મારેલું છે તે મકાનમાં હુસેનભાઈ હિન્દુસ્તાન ડેરી વાળા નકલી ઘી બનાવી રહ્યા છે તેવી બાતમી ગઈકાલે એસઓજીના દિનેશભાઈ, રમેશભાઈ, સોયબ મકવાને મળતા પીઆઈ બી.એન. ચૌધરીને વાકેફ કરાયા પછી પીએસઆઈ જે.ડી. પરમારના વડપણ હેઠળ એસઓજી ટીમે તે મકાનમાં દરોડો પાડ્યો હતો.
એસઓજી સાથે ફૂડ એેન્ડ ડ્રગ્સ વિભાગના કર્મચારીઓને પણ રાખવામાં આવ્યા હતા. તે મકાનમાં તલાશી લેવાતા ત્યાંથી નકલી ઘી બનાવવાનું કારસ્તાન મળી આવ્યું હતું. સોયાબીન તેલ તેમજ વેજીટેબલ ઘી મીક્સ કરી તે મિશ્રણને અસલ ઘી તરીકે બજારમાં ખપાવી દેવાનું કૌભાંડ મળી આવ્યું છે. સ્થળ પરથી ભેળસેળયુક્ત ઘીનો ૨૬૦ લીટરનો જથ્થો તેમજ વેજીટેબલ ઘીના ૨૫ ડબ્બા, સોયાબીનના ૧૨ ડબ્બા પણ મળ્યા છે. કુલ રૃા.૧,૧૨,૮૧૦ નો મુદ્દામાલ એસઓજીએ કબજે કર્યાે છે. આ પ્રકારનું નકલી ઘી બનાવતા હુસેન રઝાકભાઈ કાશ અને અબ્દુલકાદર રઝાકભાઈ કાશ નામના બે મેમણબંધુની અટકાયત કરવામાં આવી છે. ફૂડ એન્ડ ડ્રગ્સના કર્મચારીઓએ ઉપરોક્ત નકલી ઘીનો નમૂનો મેળવી તેને પૃથ્થકરણ માટે લેબ.માં મોકલી આપ્યો છે. આ શખ્સો કેટલા સમયથી આવી રીતે નકલી ઘી બનાવતા હતા અને ક્યા સ્થળે તેને વેચાણ માટે મોકલતા હતા તેની પૂછપરછ કરાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial