Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આમરામાં પડ્યો હતો પોલીસનો દરોડોઃ
જામનગર તા. ૧૫ઃ જામનગર તાલુકાના આમરા ગામમાંથી એલસીબીએ ૯ વર્ષ પહેલા અંગ્રેજી શરાબ તથા બીયરનો જથ્થો પકડી પાડ્યો હતો. આ ગુન્હામાં ઝડપાયેલા મોટી ખાવડીના શખ્સનો છૂટકારો ફરમાવાયો છે.
જામનગર તાલુકાના આમરા ગામની સીમમાંથી ગઈ તા.૩-૭-૧૪ના દિને પોલીસે અંગ્રેજી શરાબની ૩૦૦ બોટલ તથા બીયરના ૪૮ ટીન કબજે કર્યા હતા. મોટી ખાવડીના નરેન્દ્રસિંહ પ્રવીણસિંહ ચુડાસમા ઉર્ફે ભાણુભા સામે ગુન્હો નોંધાયો હતો.
આ કેસ જામનગરની ચીફ કોર્ટમાં ચાલી જતાં અદાલતે આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ જીતેશ પરમાર, પરેશ નકુમ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial