Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સિંગચના ગ્રામજનોની કલેક્ટરને રજૂઆતઃ
સિંગચ તા. ૧પઃ રાજકોટથી વાડીનારના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પૈકીનો ઝાખરના પાટિયાથી વાડીનાર સુધીનો માર્ગ અત્યંત બિસ્માર થઈ ગયો હોવાથી તેની તત્કાલ મરામત કરાવવા માંગણી ઊઠી છે.
આ અંગે ગ્રામજનો વતી વિધિવત્ અરજી ફાઈલ કરીને મશરીસિંહ હરદેવસિંહ વાઢેરે આ રોડનું તાત્કાલિક નવનિર્માણ કરવા માંગણી કરી છે. અરજીના અરજદારે લખ્યું કે જામનગરથી દ્વારકાના માર્ગે આવતા પાટિયાથી વાડીનાર સુધીનો રસ્તો તદ્ન ખરાબ હાલતમાં છે. આ રોડ પર ઝાખર, સિંગચ અને વાડીનાર ગામોનો વસવાટ છે. આ ધોરીમાર્ગ તદ્ન બિસ્માર અને ખાડા-ખડબા ધરાવતો હોવાથી અવારનવાર અકસ્માતો સર્જાય છે.
અરજદારે કલેક્ટરને સંબંધકર્તા વિભાગોને સૂચના આપીને આ માર્ગનું તાકીદે નવનિર્માણ કરાવવા વિનંતી કરી છે, અને આ મુદ્દે આજુબાજુના ગામોના લોકોએ પણ રજૂઆતો કરી હતી અને આગેવાનોએ સંબંધકર્તા વિભાગોનું ધ્યાન ખેંચ્યું હતું, પરંતુ માર્ગના નવીનિકરણ કરવાના બદલે માત્ર ગાબડા પૂરીને કામ ચલાવાયું હોવાની રાવ પણ ઊઠી રહી છે. આ મુદ્દે કલેક્ટરની મધ્યસ્થીથી પ્રશ્ન તત્કાલ ઉકેલવાની માંગણી ઊઠી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial