Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વડાપ્રધાનના આત્મિનર્ભર ભારતના વિઝનને અનુરૃપ
નવી દિલ્હી તા. ૧૫ઃ ભારતની અગ્રણી સંકલિત વીજ ઉત્પાદક એનટીપીસી લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટા કંપની એનટીપીસી ગ્રીન એનર્જી લિમિટેડ અને આંતરરાષ્ટ્રીય સ્તરે ન્યુ-એજ ઈન્ટરનેશનલ ડાઉનસ્ટ્રીમ એનર્જી કંપની નયારા એનર્જીએ ગ્રીન હાઈડ્રોજન અને ગ્રીન એનર્જી ક્ષેત્રે તકો શોધવા માટે સમજૂતી કરાર (એમઓયુ) કર્યા છે. આ એમઓયુ હસ્તાક્ષર કાર્યક્રમમાં એનજીઈએલના સીઈઓ શ્રી મોહિત ભાર્ગવા અને નયારા એનર્જીના ટેકનિકલ હેડ શ્રી અમર કુમાર ઉપસ્થિત રહ્યા હતાં. એનટીપીસી, એનજીઈએલ અને નયારા એનર્જીના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતાં.
નયારા એનર્જીના કેપ્ટિવ ઉપયોગ માટે, ડીકાર્બનાઈઝેશનને બળ આપવા તથા કાર્બન ઉત્સર્જનમાં ઘટાડા માટે ઉત્પ્રેરક બનવાની એમઓયુની પરિકલ્પના છે. આ સહયોગ ભારતમાં હાઈડ્રોજન પ્રોજેકટ વિકસિત કરવાની એનટીપીસીની પહેલને અનુરૃપ છે તથા વડાપ્રધાન દ્વારા નિર્ધારિત આત્મનિર્ભર ભારતના વિઝન સાથે સુસંગત છે.
એનજીઈએલના સીઈઓ શ્રી મોહિત ભાર્ગવાએ ટીમને અભિનંદન પાઠવતાં કહ્યું હતું કે, 'અમે સ્વચ્છ અને ટકાઉ ઉર્જાના સ્ત્રોતોની દિશામાં ભારતના ટ્રાન્ઝિશનને વેગ આપવાની સહિયારી પ્રતિબદ્ધતા માટે નયારા એનર્જી સાથે હાથ મિલાવતા ખુશી અનુભવીએ છીએ. ભારતના સ્વચ્છ ઉર્જાના ભાવિમાં ગ્રીન હાઈડ્રોજન મહ્ત્ત્વપૂર્ણ પરિબળ બની રહેશે તથા આ ભાગીદારી દ્વારાઅમે ગ્રીન હાઈડ્રોજનના ઉત્પાદન માટે અદ્યતન ટેકનોલોજીની શોધ અને અમલીકરણ કરીશું, જેથી સ્વચ્છ અને વધુ ટકાઉ એનર્જી લેન્ડસ્કેપમાં યોગદાન આપી શકાય. એનટીપીસી ગ્રીન એનર્જી લિમિટેડ દ્વારા અમે અમારી ગ્રીન એનર્જીના પોર્ટફોલિયોનો વિકાસ કરવા માટે માટે કટીબદ્ધ છીએ અને આ સહયોગ દેશ માટે હરિયાળા અને વધુ ટકાઉ ભવિષ્ય માટેના અમારા પ્રયાસોનું ઉદાહરણ છે.
ગ્રીન હાઈડ્રોજન માટે એનટીપીસીના પ્રયાસોની પ્રશંસા કરતા નયારા એનર્જીના સીઈઓ ડો. એલોઈસ વિરાગે કહ્યું હતું કે, 'ઉર્જા ઉદ્યોગમાં અગ્રીમ કંપની તરીકે નયારા એનર્જીની દરેક વ્યવસાયિક કામગીરીમાં પર્યાવરણીય ટકાઉપણું ગાઢ રીતે જોડાયેલું છે. આજે અમે ગ્રીન એનર્જી બિઝનેસમાં અગ્રણી એનટીપીસી સાથે ભાગીદારી કરીને એક મહ્ત્ત્વપૂર્ણ પગલું ભરી રહ્યા છીએ, જેથી ગ્રીન હાઈડ્રોજનની સંભાવનાઓ વિકસાવી શકાય. આ સહયોગ દેશના ઉર્જા સંક્રમણના ઉદ્દેશ્યોને હાંસલ કરવામાં યોગદાન આપશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial