Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'તારૂ તુજને અર્પણ' સૂત્ર સાર્થક કરતી સાયબર સેલ ટીમઃ
જામનગર તા. ૧૫ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક આસામીને પાર્ટટાઈમ જોબ અપાવવાની લાલચ બતાવી ₹ ૪૮ લાખ ઉપરાંતની છેતરપિંડી કરાઈ હોવાની અરજી સાયબર ક્રાઈમ સેલને મળ્યા પછી ત્વરિત હરકતમાં આવેલી ટીમે તેમાંથી ₹ ૪૭ લાખ પરત અપાવવામાં સફળતા મેળવી છે. 'તારૂ તુજને અર્પણ' સૂત્ર હેઠળ દેવભૂમિ દ્વારકા સાયબર ક્રાઈમ સેલની ટીમ કાર્યવાહી કરી રહી છે.
આજના જેટ યુગમાં સંચાર માધ્યમો, ઈન્ટરનેટનો વ્યાપ બહુ મોટા પ્રમાણમાં વધ્યો છે. તમામ વર્ગના લોકો મોબાઈલ, કોમ્પ્યુટર, ઈન્ટરનેટનો ઉપયોગ કરતા થયા છે. જેનો લાભ લઈ કેટલાક તકસાધુ સાયબર ક્રાઈમની માયાજાળમાં ફસાવી છેતરપિંડી અને વિશ્વાસઘાતના આચરતા હોય છે. દેવભૂમિ જિલ્લામાં બનતા સાયબર ક્રાઈમના ગુન્હાઓનો અભ્યાસ કરતા નાના વર્ગના લોકો વધુ પ્રમાણમાં ભોગ બનતા હોવાનું ધ્યાને આવ્યું છે. જે બાબતને પોલીસવડા નિતેશ પાંડેયે ગંભીરતાથી લઈ આવા પ્રકારના સાયબર ક્રાઈમને શોધી કાઢવા સાયબર ક્રાઈમ સેલને આવા ગુન્હાઓ બનતા અટકાવવાની દિશામાં ચોક્કસ વ્યૂહરચના બનાવી ડીવાયએસપી રાઘવ જૈનના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવા સુચના આપી હતી.
તે પછી આ પ્રકારના સાયબર ક્રાઈમનો નાના વર્ગના લોકો વધુ ભોગ બનતા હોવાનું જણાઈ આવ્યું હતું. લાંબા સમય સુધી ભેગી કરેલી તેઓની પુંજી આવી રીતે અચાનક જ છીનવાઈ જતી હોય, દયનીય પરિસ્થિતિમાં મુકાતા નાગરિકોને મદદરૂપ થવા સાયબર ક્રાઈમ સેલે ગુન્હાઓ શોધી કાઢવા અને ભોગ બનનાર વ્યક્તિઓના નાણા પરત મળી શકે તે માટે બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાવવા સુધીની કાર્યવાહી આરંભી હતી. તેમાં સેલના પીઆઈ એ.વાય. બ્લોચ, પીએસઆઈ એસ.વી. કાંબલીયા, એએસઆઈ મનવીર ચાવડા, હે.કો. ધરણાંતભાઈ બંધીયા, મુકેશભાઈ કેશરીયા, હેમતભાઈ કરમુર, રાજુભાઈ ઢેબાણીયા, હેભાભાઈ ચાવડા, પબુભાઈ ગઢવી, મુકેશભાઈ નંદાણીયા સહિતની ટીમ જોતરાઈ હતી.
આ ટીમે અભિષેક દુબે નામના યુવાનને પાર્ટટાઈમ જોબની લાલચ આપી વિશ્વાસમાં લેવાયા પછી તેમની પાસેથી ૧૬ ટ્રાન્સજેક્શનમાં ₹ ૪૮,૬૩,૧૭૫ની રકમ છીનવી લેવાઈ હોવાનું જાણમાં આવતા તે રકમ પરત અપાવવા એકાઉન્ટ ટ્રાન્સજેક્શન ફ્રીઝ કરાવ્યું હતું અને કાયદાકીય પ્રક્રિયા કર્યા પછી ઉપરોક્ત રકમમાંથી ₹ ૪૭ લાખ ૮૮૪ ની રકમ પરત અપાવી 'તારૂ તુજને અર્પણ' સૂત્રને સાર્થક કર્યું છે. આવી રીતે સાયબર ક્રાઈમ ફ્રોડનો કોઈ વ્યક્તિ ફ્રોડ બન્યા હોય તો તેઓને તરત જ સાયબર હેલ્પલાઈન ૧૯૩૦નો સંપર્ક કરવો.
પોલીસ દ્વારા જણાવવામાં આવ્યા મુજબ કોઈ પ્રકારની જોબ કે અન્ય કોઈ પ્રોડ્કટ માટે ટાર્ગેટ પૂર્ણ કરવા પર સારા વળતરની લાલચ આપવામાં આવે તો તેવી લાલચમાં આવી ગયા વગર જે તે કંપનીનું વેરિફિકેશન કર્યા પછી જ તેની સાથે કામ કરવું જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial