Advertisement
Author: નોબત સમાચાર

શ્રાવણી અમાવસ્યાના લોકમેળામાં ઉમટી પડતો માનવ મહેરામણઃ ઠેર-ઠેર ટ્રાફિક જામ

જામનગર મહાનગરપાલિકા આયોજીત શ્રાવણી લોકમેળામાં ગઈકાલે શ્રાવણી અમાવસ્યાના અંતિમ દિવસના મેળામાં જામનગર શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો, બાળકો-પરિવાર સોથ મોટી સંખ્યામાં ઉમટી પડતા સાંજે ૪ થી મોડી રાત્રિ સુધી પ્રદર્શન ગ્રાઉન્ડમાં હૈયેહૈયું દળાય તેવી ભીડના દૃશ્યો સર્જાયા હતાં. પ્રદર્શન મેદાનને સાંકળતા તમામ માર્ગો પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. આ વરસે લોક મેળામાં જન્માષ્ટમીના મેળા સહિતના દિવસોએ લોકોએ મનભરીને મેળાનો આનંદ માણ્યો હતો, તો મનપા તંત્ર અને વહીવટી તંત્રના નિંભર અને બેદરકાર વહીવટના કારણે રાઈડ્સવાળા તથા ખાણીપીણીવાળાઓને બેફામ ભાવ વધારો લઈને લૂંટ ચલાવવાનો જાણે પીળો પરવાનો મળી ગયો હોય તેવી સ્થિતિ સમગ્ર આયોજન દરમિયાન જોવા મળી હતી. મેળાના સ્થળ આસપાસના માર્ગો-વિસ્તારોમાં વાહનો પાર્ક કરવા માટે ગેરકાયદે પાર્કિંગ સ્થળો થઈ ગયા હતાં અને વાહન ચાલકો ૫ાસેથી પાર્ક કરવાના પૈસા પડાવ્યા હતાં.

લોકમેળા ઉપરાંત શહેરના રેસ્ટોરન્ટ, હોટલો, ખાણીપીણીની લારીઓ તેમજ શહેરની આસપાસના રીસોર્ટ, હોટલો, ધાબાઓમાં પણ લોકો ઉમટી પડ્યા હતાં. સમગ્ર શહેરમાં વાહનો, લોકોની સતત મોડી રાત્રિ સુધી ભારે અવરજવર સાથે ઉત્સવનો માહોલ છવાઈ ગયો હતો.

જામનગર ઉપરાંત ધ્રોલ સહિતના તાલુકા મથકો, ગામડાઓમાં પણ યોજાયેલા નાના-મોટા મેળામાં જનમેદની ઉમટી પડી હતી.

જો કે, શહેરમાં રંગમતી, નાગમતી નદીના કાંઠે યોજાયેલા મેળામાં પ્લોટ લેનારા અને રાઈડ્સવાળા દ્વારા આવક ઓછી થઈ હોવાની રજૂઆતો કરવામાં આવતા મનપા તંત્ર દ્વારા માત્ર રંગમતી નદીના પટમાં યોજાયેલા મેળા જ નહીં પણ વધારાની એક રાતી પાઈ લીધા વગર પ્રદર્શન ગ્રાઉન્ડના મેળા પણ રવિવાર તા. ૧૭-૯ સુધી ત્રણ દિવસ વધારી આપવાની મંજૂરી આપી દેવાઈ છે. સૌ કોઈ જાણે છે તે પ્રમાણે પ્રદર્શન ગ્રાઉન્ડના મેળામાં તો તમામ ધંધાર્થીઓ ખર્ચા કાઢતા સારૃં એવું કમાયા છે, માત્ર ઉદ્ઘાટન મોડું થયું તેવા કારણોસર 'તમતમારે કમાઈ લ્યો' ના આશીર્વાદ સાથે વધુ ત્રણ દિવસ કમાઈ લેવાની (લૂંટ ચલવવાની) છૂટ મફતમાં આપી દેવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh