Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિવાદો વચ્ચે ૪૦ દિવસમાં જ થઈ વિદાયઃ
અમદાવાદ તા. ૧૭ઃ બીસીસીઆઈના ચીફ સિલેક્ટર તરીકે ચેતન શર્માએ આપેલું રાજીનામું સેક્રેટરી જય શાહે સ્વીકારી લીધું છે.
ટીમ ઈન્ડિયાના મુખ્ય પસંદગીકાર ચેતન શર્માએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તાજેતરના એક વીડિયોમાં તેણે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ વિશે ઘણી બાબતોનો ખુલાસો કર્યો હતો. આ ખુલાસાને કારણે તેના પર વિવાદ થયો હતો. આજે સૂત્રોમાંથી જાણવા મળ્યું કે ચેતન શર્માએ પોતાનું રાજીનામું બીસીસીઆઈ સેક્રેટરી જય શાહને મોકલ્યું હતું. આ રાજીનામાનો તેમણે તેનો સ્વીકાર કરી લીધો છે.
ચેતન શર્મા આ વર્ષની શરૃઆતમાં જ ફરીથી બીસીસીઆઈના મુખ્ય પસંદગીકાર બન્યા હતાં. આ તેમનો બીજો કાર્યકાળ હતો. આ કાર્યકાળ ફક્ત ૪૦ દિવસમાં પૂરો થયો છે. આ સાથે જ ચેતન શર્મા બન્ને ટર્મમાં પોતાનું પદ ગુમાવી ચૂક્યા છે. ગત્ ટર્મમાં બીસીઆઈ એ ટી-ર૦ વર્લ્ડકપમાં ખરાબ પ્રદર્શન પછી સમગ્ર કમિટને હટાવી દીધી હતી.
ભારતીય ક્રિકેટ બોર્ડના મુખ્ય પસંદગીકાર ચેતન શર્માનો મંગળવારે એક વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયોમાં તે ખેલાડીઓની પસંદગી, પદ્ધતિઓ અને ફિટનેસને લઈને ઘણી બાબતોને હાઈલાઈટ કરી રહ્યા હતાં. ચેતન શર્માને વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહ જેવા ખેલાડીઓ પર પણ આક્ષેપો લગાવ્યા હતાં. આ વીડિયોમાં અનેક વિવાદિત વાત કરી હતી જેને પગલે ભારતીય ક્રિકેટમાં ખળભળાટ મચી ગઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag