Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં કેબલ લેઈંગના કામો ઝડપથી પૂરા કરી તત્કાળ રસ્તા સમતળ કરવા તાકીદ

અંડરગ્રાઉન્ડ કેબલ ના પ્રશ્ને મ્યુનિ.કમિશ્નરની વિજ અધિકારીઓ સાથે બેઠક

જામનગર તા. ૧૭ઃ જામનગરમાં અંડરગ્રાઉન્ડ કેબલ બાબતે મનપાના કમિશનર-પીજીવીસીએલ તથા જેટકોની સંયુક્ત મિટિંગ યોજાઈ હતી. જેમાં નગરમાં કેબલ લેઈંગની કામગીરી ઝપડભેર પૂરી કરવા અને કામ પુરું થયે રોડ-રસ્તા-જમીન ઝડપથી સમતળ કરવા સંબંધિત અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી.

જામનગર મહાનગર પાલિકા પાલિકા દ્વારા ૧૧ કે.વી. તથા ૬૬ કે.વી. અંડર ગ્રાઉન્ડ કેબલ લેઈંગ માટે આપવામાં આવેલ મંજૂરી મુજબ લેઇંગનું કામ ઝડપથી પૂર્ણ કરવા બાબતે કમિશ્નર વિજયકુમાર ખરાડીની અધ્યક્ષતામાં લગત ડિપાર્ટમેન્ટ પી.જી.વી.સી.એલ. તથા જેટકો કન્ટ્રક્શન ડિવિઝન સાથે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૧૧ કે.વી. તથા ૬૬ કે.વી. કેબલ લેઈંગનું કામ લગત વિભાગો સાથે સંકલન કરી, પ્રોપર આયોજન, સેફટી નૉર્મ્સ, કોઈ પણ સંજોગોમાં કામ બંધ ના રહે અને ઝડપથી કેબલ લેઈંગ કરી રોડ ને સેઈફ સ્ટેજે લાવવા ઝડપભેર જમીન સમતળ કરવા અંગે કમિશ્નર દ્વારા લગત ડિપાર્ટમેન્ટ પી.જી.વી.સી.એલ. તથા જેટકો  કન્સ્ટ્રકશન ડિવિઝન ને સૂચના આપવામાં આવી છે.

આ મીટીંગમાં નાયબ કમિશ્નર ભાવેશભાઈ જાની, જે.એમ.સી., નાયબ ઇજનેર હિતેશભાઈ પાઠક, જે.એમ.સી. તથા કાર્યપાલક ઈજનેર એન.એફ.દોશી, પી.જી.વી.સી.એલ., નાયબ ઈજનેર ડી.ડી.મારૃ પી.જી.વી.સી.એલ., નાયબ ઈજનેર  જી. બી. નકુમ પી.જી.વી.સી.એલ., નાયબ ઈજનેર એ.એચ.ત્રિવેદી પી.જી.વી.સી.એલ., નાયબ ઇજનેર કે.કે.વ્યાસ જેટકો કન્સ્ટ્રકશન ડિવિઝન તથા જુનીયર ઈજનેર રાકેશ ભેંસદડિયા જે.એમ.સી. ઉપસ્થિત રહ્યા હતા.

આ મીટીંગ યોજાયા પછી હવે વિજકેબલોના કામો માટે કરાતા ખાડા કાયમી ધોરણે ઝડપભેર સમતળ થશે અને તેના કારણે પરિવહનને તથા લોકોની અવર-જવરને થતી હાડમારી ઘટશે તેવી આશા લોકો રાખી રહ્યા છે અને આ કારણે વીજપુરવઠો વારંવાર ખોરવાય નહીં, તેવી વ્યવસ્થા પણ ગોઠવાશે તેવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh