Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૨૬ મી ફેબ્રુઆરીએ નવયુગલો લગ્નગ્રંથિથી જોડાશેઃ
ભાણવડ તા. ૧૭ ઃ ભાણવડ તાલુકા સમસ્ત કોળી સમાજ આયોજીત તથા સંતશ્રી વેલનાથ સમૂહ લગ્નોત્સવ તા. ૨૬-૨-૨૩ રવિવારે બાયપાસ રોડ સુખનાથ મહાદેવ મંદિર પાસે કોળી સમાજની વાડીમાંં યોજાશે.
સમસ્ત કોળી સમાજ આયોજીત સમૂહ લગ્નોત્સવમાં નવ યુગલો પ્રભુતામાં પગલા પાડશે. જેમાં સમાજના અગ્રણીઓ તથા વિવિધ સમાજના અગ્રણીઓ દ્વારા લગ્નોત્સવમાં કરિયાવર સહિતની વન જરૃરી ચિજવસ્તુઓના દાતાઓ દ્વારા દાન સ્વરૃપે આપશે.
૧૫ માં સમુહ લગ્નોત્સવમાં કેબીનેટ મંત્રી મૂળુભાઈ બેરા, મંત્રી કુવરજીભાઈ બાવળીયા, કેન્દ્રીય મંત્રી મહેન્દ્રભાઈ મંુજપરા, સાંસદ પુનમબેન માડમ, ધર્મેશભાઈ જંજવાડીયા તેમજ અતિથિવિશેષ ભગવાનજીભાઈ કરગઠીયા, ધારાસભ્ય માંગરોળ, માજી ધારાસભ્ય વિક્રમભાઈ માડમ સહિત રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. તેમજ ભાણવડ તાલુકા કોળી સમાજના અગ્રણીઓ તથા મુખ્ય આયોજકો પરસોતમભાઈ લીંબડ, ભનાભાઈ મેરાણી, કેશુભાઈ ગુજરાતી, ભગાભાઈ ભીલોરા સહિત વેલનાથ સમૂહલગ્ન સમિતિના તમામ હોદ્દેદારો, શુભેચ્છકો, જ્ઞાતિના યુવાનો આયોજનની તૈયારીમાં જોડાયેલા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag