Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સવા બે વર્ષ સુધી કંપનીને ન થઈ જાણઃ
જામનગર તા.૧૭ ઃ કાલાવડના નવાગામમાં એક કંપની દ્વારા ઉભા કરાયેલા પચ્ચાસ મીટરની ઉંચાઈવાળા ટાવરની ચોરી થઈ ગયાની પોલીસમાં ફરિયાદ થતાં આશ્ચર્ય પ્રસર્યું છે.
કાલાવડ તાલુકાના નવાગામમાં રણછોડભાઈ ભુટાભાઈ અકબરી નામના આસામીની આવેલી જગ્યામાં જીટીએલ લિમિટેડ કંપનીએ પચ્ચાસ મીટરની ઉંચાઈવાળો ટાવર ઉભો કર્યાે હતો.
તે આખેઆખો ટાવર વર્ષ ૨૦૨૦ના માર્ચ મહિનાથી વર્ષ ૨૦૨૨ના જુન મહિના સુધીમાં ચોરાઈ ગયાની આ કંપનીના કર્મચારી અને અમદાવાદના રહેવાસી મહંમદઆરીફ લિયાકતઅલીએ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.
ફરિયાદમાં તેઓએ જણાવ્યા મુજબ પચ્ચાસ મીટર ઉંચાઈવાળા અને રૃા.પ લાખ ૨૦ હજારની કિંમતના ટાવરની સાથે રૃા.૩ હજારનો લોખંડના સળીયાવાળો ગેઈટ તેમજ રૃા.ર હજારના ફેન્સિંગના વાયર પણ તસ્કરો ચોરી ગયા છે. તાજ્જુબની વાત એ છે કે, ઉપરોક્ત ટાવર ચોરાઈ ગયાની સવા બે વર્ષ સુધી આ કંપનીના કર્મચારીને જાણ થઈ ન હતી!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag